પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૨૯
 


હતી; મોજું ઊપડે અને પડે ! સૂર્ય, ચંદ્ર, તારા, વષિ અને મત સરખાં અણઓળખ્યાં સત્ત્વોનું જ નિત્ય ઓળખાણ ! માનવમોજું પણ ઊર્ડ અને પાછું પડી વિલાઈ જાય ! કદી ન ઓળખાતાં ભાવિ, સ્વર્ગ, ઇશ્વર સરખાં સત્ત્વોની સતત દૃષ્ટિ એ મોજાં ઉપર રહેવાની ! તારાઓથી પણ વધી જાય એટલા સંકલ્પો અને લાગણીઓ એક નાનકડા વિલાવા સરજાયેલા જીવનમોજાને સતત અડક્યા કરે ! કામ, ક્રોધ, લોભ, મોહના મરુત ફૂંકાય, અને ટપટપ પડતાં જાતે જ સર્જેલાં વર્ષાબિંદુઓ જીવનસમુદ્ર ઉપર કલામય વેલ પાડે કે મોજાંને પર્વત જેટલી ઊંચાઈ અને પાતાળ જેટલી ઊંડાઈના હીંચકા ખવરાવે ! ‘શા વિચારમાં છે ?’ ઉલૂપી ક્યારની સુબાહુના મુખને જોયા કરતી હતી. તેને વિચારમાં ગૂંચવાયેલો જોઈ અંતે ઉલૂપીથી પૂછ્યા વગર રહેવાયું નહિ. ‘કાંઈ નહિ.’ સુબાહુએ જવાબ આપ્યો. ‘જૂઠું બોલે છે ?’ ઉલૂપીએ સુબાહુનો હાથ પકડી કહ્યું. ‘કેટલાંક જૂઠાણાં સત્ય હોય છે !’ ‘એ જૂઠને સાચ બનાવવાની વિદ્યા આર્યોને આવડે !... ‘ઉલૂપી ! મને એટલા વિચાર આવે છે કે હું શા વિચાર કરું છું તેની મને જ સમજ પડતી નથી.’ ‘વિચાર કર્યા વગર સૂઈ જા.' ‘ક્યાં સૂઈ જાઉં ?’ ‘મારા ખોળામાં... શું જોઈ રહ્યા છે ? મારો ભય લાગે છે ?’ ‘હા.’ ‘ભલે તને ભય લાગતો.’ ઉલૂપીએ સુબાહુને પાસે ખેંચ્યો, અને બળ કરી સુબાહુનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું. સુબાહુના મુખ ઉપરની મૂંઝવણ નાગકન્યાના ખુલ્લા હૃદયને હસાવી રહી. તે ખડખડ હસી પડી અને બોલી : ‘મોટો આર્ય યોદ્ધો ખરો ને !' ‘સુબાહુ થોડી ક્ષણ વગર બોલ્યે સૂઈ રહ્યો. તેને થાક લાગ્યો જ હતો. તેની શક્તિ પણ ઘટી હતી એમ તેને લાગ્યું. તેનો દેહ આરામ માગતો હતો. આરામ તો મળ્યો, પરંતુ તેનું હૃદય ધડકી રહ્યું. સ્ત્રીજાતિ પ્રત્યે તેને સંપૂર્ણ માન હતું. સ્ત્રીઓ પ્રત્યે તે સર્વદા સદ્ભાવ દર્શાવતો હતો. સ્ત્રીઓ સાથે ભળવાના તેને અનેક પ્રસંગો આવ્યા હતા. ગણિકાઓ, દૂતીઓ, ક્ષિ. ૧૫