પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૩૧
 


‘આર્યવર્તને જીતીને.’ ‘એ કેમ જિતાય ?’ ‘સુકેતુ ઉત્તર જીતે. તું દક્ષિણ જીત. હું તારો મધ્ય દેશ સાચતી રાખીશ. એકાદ બે વર્ષમાં આખું આવર્ત તારું બનશે.’ ‘એ મારું રહેશે ?’ ‘શક્તિ હશે ત્યાં સુધી તારું રહેશે જ.’ ‘યુવનાશ્વ એક વખત શક્તિશાળી હતો, નહિ ?’ ‘એણે શક્તિ સ્ત્રીઓમાં વાપરી નાખી. ‘એ સ્ત્રીઓ પણ એની ન બની. કાં તો કંજૂસ બની ~ સ્ત્રીઓને ભંડારમાં પૂરી રાખતો, અગર વધારા પડતી વસ્તુ તરીકે એ કોઈને ભેટ આપી દેતો. હું એવી શક્તિ માગું છું કે જેથી આર્યાવર્ત જિતાય અને તે સદાય મારું બની રહે.’ ‘તું હાલ્યા વગર મારા ખોળામાં સૂઈ રહે. એટલે બધી જ શક્તિ મળશે.' બહુ બોલતા સુબાહુના ગાલ ઉપર એક ટપલી મારી ઉલૂપીએ કહ્યું. ‘હું તને જ વિચાર્યા કરું છું. કેવી રીતે તું મને જીતી લે છે ? નથી શસ્ત્ર, નથી અસ્ત્ર, નથી મંત્ર, નથી નશો. છતાં એ બધાં કરતાં પ્રબળ શક્તિ તારામાં છે કે જેથી...’ ‘બહુ થયું હવે. મારાં વખાણ શરૂ કર, એટલે જાણે હું તને ઊઠવા દઈશ !' ‘હું સત્ય કહું છું. તું સુંદર છે...’ ‘હું તો બહુ વરવી છું - અનાર્ય - કાળી - તારે મને શું કરવી છે ?’ ‘સાંભળ તો ખરી. તું અનાર્ય હોઈશ. કાળી હોઈશ તોય સૌંદર્યની જ્યોત છે ! પણ શું એટલું સૌંદર્ય જ મને આકર્ષે છે ?’ ‘તું તો યોગી છે. તને આકર્ષે એવું જગતમાં કશું જ નથી.’ ‘હું માનવી છું. માનવી બનવું મને ગમે છે, તારામાં એવું કંઈક છે જે મને પરવશ બનાવે છે - ઉલૂપીમય બનાવે છે.’ ‘જુઠ્ઠો !’ ‘હું આ ક્ષણે તો જુદો નથી. મારે આર્યાવર્તને - જગતને એવી રીતે જીતવું છે કે જે રીતે તું મને જીતી રહી છો ? એ શું હશે ?' ‘કોણ જાણે ! હું જેવી છું તેવી - તને ચાહું છું. તને ખૂબ-ખૂબ-ખૂબ ચાહું છું. તારે માટે મારું સર્વસ્વ ન્યોછાવર કરું છું...'