પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨ : ક્ષિતિજ
 


'એ જ. મને સત્ય જશું. બલિદાન-આત્મભોગ સર્પિણ ! નહિ ? આવિર્તને જગતને જીતવું હોય તો સવિપર્ણ કરવું !' સુબાહુ સહજ ઊર્મિમય બની બેઠો થઈ ગયો, અને ઉલૂપીની સામે જોઈ રહ્યો. અંધકાર છતાં ઉલૂપી દેખાતી હતી.' વિશાળ દેવાલયના એકાંતને આ બન્ને પ્રેમીઓ ભરી દેતાં હતાં - વગર બોલ્યે જીવંત બનાવી દેતાં હતાં. દૂરથી મહાકાળનું મંદિર એક ઘંટારવ વડે રણકી રહ્યું. સુબાહુ અને ઉલૂપીને લાગ્યું કે એ તેમના હૃદયનો ટંકાર સંભળાય છે. ‘બલિદાન ! સર્વાર્પણ ! હું સમજી.' ઉલૂપી બોલી. ‘શું સમજી ?’ ‘એ બલિદાનમાં હું પણ આવી ગઈ ! સર્પિણમાં મારું પણ અર્પણ સમાઈ જાય. નહિ ? ‘બિલ તરીકે કોને અપાય ? જાણે છે તું ?' ‘મને.’ ‘એટલે મારા જીવનને. મારી પ્રિયમાં પ્રિય કલ્પનાને. ખરું છે. સર્વા પણમાં તું પણ આવી જાય. અને તારું અર્પણ એટલે ? મારા સર્વસ્વનું અર્પણ.’ ‘આજ સુધી તો તું મને બિલ બનાવી રહ્યો છે.’ ‘કારણ મારે આર્યાવર્તને એક કરવું છે.’ ‘નાગપ્રજા આર્ય કહેવરાવવા તત્પર બની છે. મને સ્વીકારી લે. આર્યાવર્ત એક બન્યું સમજ.’ ‘એ ક્ષણ આવ્યે હું વાર નહિ લગાડું. તેં રાખેલી નૃત્યની બાધા મારા ધ્યાન બહાર નથી. તારા હૃદયને ન ઓળખું એવો હું નિષ્ઠુર નથી. મારું હૃદય હું તને સોંપીશ - જે ક્ષણે મારું ક્ષિતિજ મૂર્તિમંત બનશે તે ક્ષણે. ‘તું તો તારી વાત કર્યા કરે છે. મારી વાત સાંભળીશ ?’ ‘સાંભળવા જ આવ્યો છું.’ ‘ત્યારે પાછો મારા ખોળામાં સૂઈજા.' સુબાહુ પોતાની જ મેળે ઉલૂપીના અંકમાં સૂતો. ઉલૂપીએ કહ્યું : ‘હવે જરા ઉદાર બન્યો. સહજ વધારે ઉદાર બને, અને હું માગું તે આપ.’ ‘તું કોણ જાણે શું માગીશ ?' ‘મારો વિશ્વાસ નથી ? તને - તારી કલ્પનાને પ્રતિકૂળ હોય એવું હું કદી માગીશ ?’