પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૩૩
 

‘માગી લે, ઉલૂપી ! તું સર્વાર્પણની મૂર્તિ છે.’ ‘આપીશ ?' ‘જરૂર.’ ‘જોજે, ફરી જતો.' જીવન અને મૃત્યુનું સામીપ્ય : ૨૩૩ ‘મારાથી ન અપાય એવું તું કદી માગીશ નહિ, એની મને ખાતરી છે.' ‘વારુ.’ કહી ઉલૂપી કેટલીક ક્ષણ સુધી સુબાહુના મસ્તક ઉપર હાથ મૂકી બેસી રહી. શું માગવું તેનો વિચાર કરતી હતી ? માગવાનું કશું તેને જડતું ન હતું ? કે સુબાહુને માગણીથી મૂંઝવણમાં ન નાખવાનો તે નિશ્ચય કરી રહી હતી ? સુબાહુ ઉલૂપીની સ્થિરતા નિહાળી રહ્યો. નિઃશબ્દ અંધકાર સુબાહુને ભારરૂપ લાગ્યો. તેણે પૂછ્યું : ‘કેમ કાંઈ માગ્યું નહિ ?’ માગીશ - એક દિવસ.’ ‘આજ નહિ ?’ ‘ના.’ ‘કેમ ?' ‘લહેણું રહેવા દેવું ઠીક છે. તું ખૂબ મૂંઝવણમાં આવીશ તે વખતે હું તને વધારે મૂંઝવવા વચનને સંભારી આપીશ. ત્યારે હું માગું તે આપજે.’ ‘આજ કાંઈ જ નથી માગવું ?’ ‘આજ તો હું વગર માગ્યે એક વસ્તુ ઝૂંટવી લેઈશ.’ ‘કઈ ?’ ‘કહું ? બતાવું હું શું ઝૂંટવીશ તે ?’ ‘હા.’ ‘જોજે. અંધકાર છે. બીઈશ નહિ.' ‘સુબાહુને અંધકારનો ભય લાગતો નથી.' ‘મારો પણ નહિ ?’ ‘તારો ભય તો અજવાળામાં અને અંધકારમાં સરખો જ લાગે છે. અતિપ્રિય, છતાં વીજળી ભયપ્રદ-' ‘ત્યારે તો જો, હું શું ઝૂંટવું છું તે !' કહી ઉલૂપીએ ખોળામાં સૂતેલા સુબાહુના મુખને ઊંચકી તેને લલાટે એક ચુંબન કરી લીધું. આકાશના તારાની માફક સુબાહુનો દેહ આ પ્રિય વનિતાના પ્રથમ ચુંબને થરથરી રહ્યો. તેનો થરકાટ થતા બરોબર કેટલાંક દોડતાં આવતાં માણસોના પગ