પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

૨ ક્ષમા
 

________________

ક્ષમાં સુબાહુ આકાશ તરફ જોઈ ઊભો થયો. અને તેણે કહ્યું : ચાલ ઝડપ કર.' ચપલા મંગાવીશું ?' સુકેતુએ પૂછ્યું. હા સ્તો. કદાચ ઉતારુઓને આપણી સાથે લેવા પડે.' સમુદ્રયાન કરતાં વહાણોનો ચપલા એક પ્રકાર હતો. તોફાનમાં સપડાતા અજાણ્યા વહાણ પાસે પહોંચવા માટે ચપલાનો ઉપયોગ કર્યા વગર ચાલે એમ ન હતું. અત્યંત ઝડપથી સમુદ્ર ડહોળી બંને યુવકો પાછા હોડીમાં બેઠા. સુકેતુએ લંગર ઉપાડવા માંડ્યું. સુબાહુએ હોડીમાં મૂકેલો એક શંખ લીધો, અને બળપૂર્વક શંખ વગાડયો. શાંત સમુદ્ર અને શાંત આકાશને ભરી દેતો શંખધ્વનિ આખા નિર્જન વાતાવરણને હલાવી મૂકતો હતો. ધ્વનિનું પ્રબળ એકતાનપણું વચ્ચે બદલાયું, છતાં સાધુશોભન મદનિગીનો ઘોર જગતમાં કઠોર સાધુતા-પ્રબળ તપશ્ચર્યાનું જાણે આહ્વાન કરતો હોય એમ ઉગ્રતાથી ગઈ રહ્યો. એના ઉત્તરમાં એક વિશાળ નૌકા કિનારાના એક દૂરના ભાગમાંથી નીકળી આવી. શંખધ્વનિ ચાલુ રહ્યો, પરંતુ તેની ઉગ્રતામાં હળવાશ આવી. નાવિકો હોડીને જોઈને ઓળખી શકે એટલે દૂર નૌકાને લાવ્યા, અને સમુદ્રમાં તેને સ્થિર કરી દીધી. સુબાહુએ શંખ વગાડવો બંધ કર્યો, અને બંને યુવકોએ હલેસાં મારી હોડીને નૌકા નજીક જોતજોતામાં વાળી. - ચપલા યુદ્ધનૌકા હતી. તેના ઉપર શસ્ત્રધારી સૈનિકો પણ હતા અને શસ્ત્રસજ્જ વહાણવટીઓ પણ હતા. નૌકા ઉપર એક ઊંચું યંત્ર ગોઠવેલું હતું. નૌકાસેનાધિપતિ સરખા દેખાતા એક વીરે નાનકડી ધજા ફરકાવી. અંદર જવું છે?' સુકેતુએ પૂછ્યું. શું કરવા? હોડીમાં જ સારું છે.' સુબાહુએ કહ્યું. સુકેતુએ સામી ધજા ફરકાવી. સેનાધીશે ધજા ફરકાવવી બંધ કરી, અને મોટેથી આજ્ઞા આપી : શાસનાધિપતિ કેતુ પૂછ