પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪ : ક્ષિતિજ
 


તેણે સાંભળ્યા. તેણે ખોળામાંથી માથું ઊંચક્યું, અને એકદમ ઊભો થયો. તેણે પ્રથમ દોડતા આવેલા માણસે અંધકારમાંથી પણ ઓળખી કાઢી પૂછ્યું : ‘શું છે ? કેમ આટલી ઝડપ કરે છે ?’ ‘મહારાજ યુવનાશ્વ ગત થયા !' સૈનિકે કહ્યું. ‘યુવનાશ્વ ? શાથી ?’ સુબાહુએ પૂછ્યું. અને તે ચોતરા ઉપરથી નીચે આવ્યો. ‘હમણાં તો મંદિરમાં જીવતા ફરતા જોયા છે !' ઉલૂપી બોલી. ‘એ ખરું, છતાં તેમનું મૃત્યુ થયું એ સાચી વાત.' બીજા સૈનિકે કહ્યું. ‘એ કેમ બને ?’ ઉલૂપીએ પણ નીચે આવી પૂછ્યું. ‘મહાકાળની મૂર્તિ સમક્ષ ફાંસો ખાઈ તેમણે આત્મઘાત કર્યો.' એક સ્ત્રીસૈનિકે કહ્યું. ‘યુવનાશ્વે ? - આત્મઘાત કર્યો ? કારણ ?' સુબાહુથી પુછાઈ ગયું. ‘એ પ્રશ્ન કેમ પૂછે છે ? યુવનાશ્વના જીવનને મૃત્યુ એ જ એક સાચું ઔષધ હતું.' ઉલૂપીએ કહ્યું. સ્ત્રીવિહીન, શક્તિવિહીન, માનવિહીન, પરાજિત યુવનાશ્વના હૃદયમાં ઉલૂપીની ઉપેક્ષાએ સ્વમાનનો કજળી જતો એક તણખો સચેત બનાવ્યો. યુવનાશ્વને પોતાને પોતાનું જીવન નિરર્થક લાગ્યું : પોતાનું ભાવિ નિષ્ફળ લાગ્યું : પોતાનો ભૂતકાળ કલંકિત લાગ્યો. તેના સ્ત્રીમય બની ગયેલા હ્રદયમાં એક ક્ષણે સ્ત્રી પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થતી, બીજી ક્ષણે સ્ત્રીનો મોહ પ્રજળી રહેતો, અને ત્રીજી ક્ષણે એ મોહમાંથી ભસ્મ ઊડતી. એ જુગુપ્સા અને ભસ્મિભૂત રસાનુભવની ક્ષણે તેને ઘણી વાર મૃત્યુ યાદ આવતું. ઉલૂપીની તો ઉપેક્ષા પછી આજ તેને મૃત્યુ મીઠું લાગ્યું. યુવનાશ્વ મહાકાળના બાણ સમીપ ગયો. તેણે રક્ષકોને બહાર બેસવા કહ્યું. દેવના ધ્યાનમાં એકાન્ત માગતા આ દુઃખી મહારાજાને એકાન્ત આપવામાં રક્ષકોને હરકત લાગી નહિ. જીવનના સંકેત સરખા મહાકાળની બીભત્સમાંથી અતિપૂજ્ય અને પવિત્ર બનેલી બાણ ધરતી જળાધારીએ તેને રુદ્રના કાળ તત્ત્વનું ભાન કરાવ્યું. નવજીવન માટે મૃત્યુ સિવાય બીજો માર્ગ તેને દેખાયો નહિ. મહાકાળની તેણે સ્તુતિ કરી; ઘંટ વગાડી દેવને જાગ્રત કર્યા; અને ઓઢેલા ઉપરણાનો ફાંસો બનાવી તેને ઘંટ ઉપર બાંધી યુવનાશ્વ જય મહાકાળ પોકારી ગળે ફાંસો વીંટી ટીંગાયો. તેણે માગ્યું તે મહાકાળે તત્કાલ આપ્યું. યુવનાશ્વ - એક સમયનો પરાક્રમી આર્ય યુવક