પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૩૫
 


મહારાજા - એક સમયનો વિલાસી કલાપ્રિય મહારાજા - એક સમયનો વિલાસમાં ગૂંગળાઈ સુખ માટે પછાડા ખાતો આર્યભૂષણ મનાયેલો માલવપતિ - અંતે મૃત્યુસુખ મેળવવા મથ્યો. એ સુખ તેને મળ્યું ? એટલું તો થયું જ. અતિ વિલાસથી - વિપરીત બનેલી રસભાવનાથી જીવનમાં ઝેર અનુભવતો એ માનવી વિલાસનાં ઝેરથી મુક્ત તો થયો જ. પણ તે કયે વખતે ? બે નવજીવન જીવવા મથતા આત્મા ઐક્ય શોધતા હતા ત્યારે. જીવન સંયમ માગે છે કે ભોગ ? ઉલૂપી અને સુબાહુ બન્નેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. સંયમની પાળમાં વહેતો ભોગ ! નિયમન સ્વીકારતો વિલાસ ! સુખ બની રહે ત્યાં સુધીનો જ કામ ! બન્નેના હૃદયમાં એવા કાંઈ ભણકાર જાગ્યા.