પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવપ્રદેશનું પરિવર્તન:૨૩૭
 


એટલે મહારાણીએ સ્થિતિ સમજાવવા માંડી. ‘સુબાહુ ! જવાબ આપ ને ? બેસી કેમ રહ્યો છે ?' સુકેતુએ મૂંઝવણનો ઉકેલ કરતાં સ્પષ્ટતા કરી. સુબાહુએ ઉલૂપી તરફ દૃષ્ટિ કરી. એ પણ વિજેતા જ હતી ને ? ‘મારા સામું જોવાની જરૂર નથી. તું કહીશ તે સહુને માન્ય રહેશે. મને તો મહારાણી આજ્ઞા આપે તો હું મારી હોડીમાં જઈ બેસું.' ઉલૂપીએ સ્પષ્ટતાથી કહ્યું. અને તેણે પોતાની જળભરી આંખો લૂછી. ‘મહારાણીની આજ્ઞા એ અમારો વિચાર.' સુબાહુએ દૃઢતાથી કહ્યું. ‘તો કુમારને ગાદીએ બેસાડી દઈએ ?' મહારાણીએ જરા આશ્ચર્ય પામી પૂછ્યું. ‘પ્રશ્ન નહિ, આશા જ કરો.' સુબાહુએ કહ્યું. ‘કશી શરત નથી કરવાની ?' મહારાણીએ પૂછ્યું. ‘શરત ? શાની ?’ ‘જગતભરમાં વિજેતાઓ શરત કરે છે. હું પણ યુદ્ધે ચડી વિજય પામતી ત્યારે પરાજિત સાથે શરત કરતી.’ ‘અમે વિજેતા નથી. અમે માલવપ્રજાના મિત્રો છીએ.’ “પરંતુ સુકેતુની કેટલીક શરતો હતી - મહારાજા સાથે.' ‘એ સુકેતુ જાણે. મહારાજા સાથેની શરત હશે તો તે મહારાજા સાથે અદૃશ્ય થઈ. અને... અને... માથે નાખેલી શરત પાળે પણ કોણ ? એવી શરતભંગ થવા માટે જ સરજાઈ હોય છે. મહારાણી સુબાહુ પ્રત્યે જોઈ રહ્યાં. સુકેતુ અને ઉલૂપી પણ સુબાહુ પ્રત્યે જોઈ રહ્યાં. હાથ આવેલા માલવપ્રદેશને જતો કરનાર આ ઉડાઉ ચક્રમની સાથે કેવી રીતનું વર્તન રાખવું એની સુકેતુને સમજ ન પડી. ‘ત્યારે આપણે ગાદી-ગૃહમાં જઈએ.' મહારાણીએ સૂચવ્યું, અને તેઓ ઊભાં થયાં. સાથે સાથે ઉલૂપી, સુકેતુ અને સુબાહુ પણ ઊભાં થયાં. કેટલાક રાજસેવકો રાજશબની સંભાળ લેતા ઊભા હતા. તે માનપૂર્વક ઊભા જ રહ્યા. પુત્રને ગાદીએ બેસાડવાની હોંશ પ્રત્યેક રાજમાતાને હોય જ. પાસેના જ એક ખંડમાં કુમાર થોડા સૈનિકો સાથે. શસ્ત્રની સફાઈ કરવામાં રોકાયો હતો. પિતાના મૃત્યુનો શોક અમુક અંશે તો તેને હતો જ, છતાં પુત્રના પ્રેમને આકર્ષે એવું વર્તન મહારાજા યુવનાશ્વે વર્ષોથી રાખ્યું નહોતું. એટલે રાજકુમાર માતાને જ સર્વદા જોઈ રહેતો; અને એ દક્ષ માતા અને