પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮ : ક્ષિતિજ
 


યુદ્ધ અને રાજકારણમાં પ્રવીણ બનાવવા બને એટલું મથન પણ કરી રહી હતી. માતાએ કુમારને પાસે બોલાવ્યો અને રાજમહેલમાં હાજર રહેલા કેટલાક મુખ્ય સરદારોને બોલાવવા માણસોને આજ્ઞા કરી. ‘કેમ ? એ બધાંનું શું કામ છે ?’ કુમારે પૂછ્યું. રાજ્યના એ સરદારોથી સાવધાન રહેવા મહારાણીએ ઘણી વા૨ કુમારને કહેલું. ‘તને ગાદી ઉપર બેસાડી દઈએ અને મહારાજા તરીકે તારી દુહાઈ ફેરવીએ. એ ક્રિયામાં તેમની જરૂર પડશે.' મહારાણીએ જવાબ આપ્યો. ‘બધા તો કહેતા હતા કે હવે સુબાહુ ગાદીએ બેસશે.' કુમારે લોકોની- આસપાસના સરદારોની માન્યતા કહી સંભળાવી. ‘મેં તો નિશ્ચય કર્યો છે કે મારે કદી ગાદીએ બેસવું નહિ.' સુબાહુએ ‘અને મારું ચાલે તો હું કદી કોઈને ગાદીએ બેસવા જ ન દઉં.’ સુકેતુએ ‘કા૨ણ ?’ કુમારે પૂછ્યું. મહારાણી જરા વ્યગ્ર બનતાં દેખાયાં. કહ્યું. કહ્યું. ‘આપનાં માતાને પૂછો. વંશપરંપરાની ગાદી આખા વંશને ભ્રષ્ટ અને ભારરૂપ બનાવી દે છે.' સુકેતુએ કહ્યું. મહારાણીને યુવનાશ્વનું આખું જીવન યાદ આવ્યું. રાજસત્તા અને રાજસંપત્તિએ યુવનાશ્વને જીવતું શબ બનાવી દીધો હતો. આખા માલવપ્રદેશ ઉપર એ શબના ઓળા ફરી વળતા હતા. ‘હું બીજી રીતે કહું. યુવરાજ ! આપ પ્રજાની ગરદન ઉપર ગાદી મૂકશો કે પ્રજાના હૃદયમાં ?' સુબાહુએ પૂછ્યું. ગરદન ઉપર શા માટે ? પ્રજાના હૃદયમાં જ મારી ગાદી હોવી જોઈએ.’ કુમાર બંને પ્રકારની ગાદી વચ્ચેનો ઝાંખો ઝાંખો ભેદ સમજી શક્યો. ‘પણ પ્રજાએ ના પાડી તો ?’ આવી પહોંચેલા સરદારોમાંથી એકે કહ્યું. ‘તો ગાદીએ ન બેસવું. રાજ્ય રાજા માટે કે પ્રજા માટે ?’ સુબાહુએ જરા બળપૂર્વક કહ્યું. પરાજિત સરદારોમાંના એક ખંધા, ઝીણી આંખોવાળા, કૃશ, વ્યસની સરદારે જરા હિંમત બતાવી પૂછ્યું :