પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવપ્રદેશનું પરિવર્તન:૨૪૧
 


મહારાણીએ સરદારો સામે ‘અને નાના કુમારને અગ્નિસંસ્કાર કરતાં ભય લાગશે. આપ સાથે હો તો...’ એક સરદારે વિજેતાઓને સારું લગાડવા પ્રયત્ન કર્યો. ‘અગ્નિસંસ્કાર હું કરીશ. હજી ગાદી ઉપર માલવમુગુટ બિરાજે છે. અને... અને... હું ગાદીએ બેસીશ એ હજી નક્કી નથી.’ યુવરાજે કહ્યું. સહુ ગાદીગૃહમાં ગયાં. ‘કારણ ?’ સુકેતુએ પૂછ્યું. ‘માલવમિત્રોની મારે જરૂર છે.' તિરસ્કારપૂર્વક જોઈ કહ્યું. ‘મહારાણી, હજી પણ થોભી જાઓ, અને અમને જવા દો. અમારા અહીંથી ગયા પછી તમારે જે કાંઈ કરવું હોય તે કરો.' સુબાહુએ કહ્યું. ‘અહીંથી ભલે જાઓ, પણ છાવણી ન ઉપાડશો.’ મહારાણીએ કહ્યું. મહારાણીની આંખોમાં કોઈ સ્વચ્છ દૃઢતા દેખાતી હતી. સતી થતી વખતના એમાં અંગાર ઝબકતા હતા. ત્રણે જણે મહારાણીને નમન કર્યું અને પાછાં પગલાં ભર્યાં. પાછા ફરતાં યુવનાશ્વના શબને પણ તેમણે નમન કર્યું. અગ્નિમય બનવા સર્જાયલા દેહમાં ભલે પાપાત્માનું ભૂત ભરાયું હોય; એ ભૂત જતાં તો તે દેહ પવિત્ર બની જાય છે. રાજમહેલની બહાર નીકળતાં જ ત્રણે જણે આછું રુદન સાંભળ્યું. ‘શબનાં અંતિમ દર્શન થાય છે !' સુબાહુ બોલ્યો. યુવરાજ ગાદીએ બેઠા હશે ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘હું નથી માનતો. ગાદીએ મુગટ મુકાયો લાગે છે.' સુબાહુએ કહ્યું. ‘આપણા જતા પહેલાં ? બહુ ઉતાવળ કરી. કોઈની સલાહ લીધી લાગતી નથી.' સુકેતુએ કહ્યું. ‘આપણે અંતિમ માન આપવા રાજસ્મશાને જવું પડશે.' સુબાહુ બોલ્યો. ‘સૈન્ય સાથે, નહિ ?’ ઉલૂપી બોલી. અને તે સાયંકાળે ક્ષિપ્રાના પવિત્ર તટ ઉપર રાજસ્મશાનમાં યુવનાશ્વના દેહને યુવરાજે અગ્નિસંસ્કાર કર્યો. રહ્યુંસહ્યું માલવસૈન્ય, ભય પામતા માલવસરદારો, સુબાહુ, સુકેતુ અને ઉલૂપી તથા તેમનાં સૈન્ય એ સહુએ માલવપતિના દેહને અગ્નિસ્નાન કરતો નિહાળ્યો. સહુએ માનપૂર્વક એ બળતા દેહને નમન કર્યું. ગાદી ઉપર માલવ-રાજમુગટ જીવંત છે અને એ મુગટ કોઈ