પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪ : ક્ષિતિજ
 


રાજ્ય મેળવવા પણ ન પામેલો માલવયુવરાજ રોમનોને તો સહાય ન કરે ! જાદુઈ ચાંચિયાઓએ આખા માલવપ્રદેશ ઉપર સત્તા સ્થાપી હતી. એટલે તેમની સ્ફુરણા વિરુદ્ધ માલવકુમાર કશું જ કરી શકે એમ ન હતું. વાતો ચાલતી ચાલતી આવર્તની બહાર પહોંચી ગઈ હતી કે મધ્ય પ્રદેશમાં રંગરાગ, ગીત, નૃત્ય વગેરે બંધ થઈ ગયા છે અને ગ્રામજનપદ તથા પુરજનપદને ભારે અધિકારો મળતાં એક સુઘટિત પ્રચંડ સૈન્યની રચનાનું કાર્ય ચાલી રહ્યું છે; બંગસમુદ્રમાં અને લાટસમુદ્રમાં કોઈ પણ રાજ્યનું નૌકાસૈન્ય હાલી ચાલી શકતું નથી; હાલી ચાલી શકે છે માત્ર સુબાહુ અને સુકેતુનાં નામ. અને એ વાતો ખોટી પણ ન હતી. ગ્રામજનતાનાં પંચ અને નગરજનતાનાં મહાજનોમાં અણધારી જાગૃતિ આવી ગઈ હતી. રાજગાદી ઉપર કોની સ્થાપના કરવી એ મહત્ત્વના પ્રશ્ન ઉપર તેમની સંમતિ લેવાની હતી એ તેમના સ્વભાવ તથા સ્વમાનને ઉછાળે ચઢાવી રહે એવો માર્ગ હતો. પ્રજા ઉ૫૨ આમ વિશ્વાસ રાખનાર યુવરાજ સિવાય આ પછી બીજા કોને ગાદી અપાય ? પરંતુ એ સંમતિ માટે ગ્રામ અને નગરજનોએ, તેમનાં પંચો અને મહારાજનોએ એક પરીક્ષા આપવાની હતી : વસતિના સોળથી ચાળીસ વર્ષની વયના સર્વ પુરુષોએ સૈનિક તાલીમ લેવી અને એ તાલીમના કેન્દ્રોમાં તેમણે જવું ! જોતજોતામાં મધ્ય પ્રદેશ કૃષિ, ઉદ્યોગ અને કવાયતથી જાગ્રત બની ગયો. આર્યાવર્તની બહાર નીકળી રોમન સત્તાની સામે થવા આ બધી તૈયારીઓ કરવાની હતી એ પણ પ્રજાએ જાણી લીધું. યુવનાશ્વના સમયમાં પરાજયોથી સંકુચિત અને અપમાનિત બની ગયેલી આ માલવપ્રજામાં પૌરુષ ઝળકી ઊઠ્યું. મધ્ય પ્રદેશ મરેલા, હિણાયલા, શુષ્ક મઘપીઓનો દેશ મટી ગયો. એ પ્રદેશના પુરુષો નિર્ભય, ટટાર, બલિષ્ઠ અને વિજયવાંછુ દેખાવા લાગ્યા. રોજ ને રોજ લશ્કરીઓનો ઉત્સાહ અને દક્ષતા વધતાં ચાલ્યાં. ‘સુકેતુ ! એક માસમાં સરસ સૈન્ય તૈયાર થયું.' એક સંધ્યાકાળે નદીકિનારે ફરતાં ફરતાં ઉલૂપીએ કહ્યું. ‘અમારું સાગરસૈન્ય એક માસમાં તો યુદ્ધ કરી વિજયી બન્યું હતું.' સુકેતુએ કહ્યું. કહ્યું. ‘કાંઈ એવું શોધી કાઢો કે જેથી એ વિજય અમર રહે.' સુબાહુએ કહ્યું. ‘સૈન્યને અમર બનાવો એટલે વિજય પણ અમર રહેશે.' સુકેતુએ