પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬ : ક્ષિતિજ
 


‘અને તું છેલ્લી ટુકડી સાથે આવવાનો ?' 'હા; યુવરાજને પ્રથમ ટુકડી સાથે જ રાખીશ. બહુ સાહિક થશે. એને સાચવવો પડશે.’ ‘તો હું પાછો પૂર્ણમુખે જાઉ,' સુબાહુએ કહ્યું. ‘અને જય તથા વિજયને સમુદ્રમાર્ગે દ્વારામતી મોકલી આપ.' સુકેતુએ કહ્યું. ‘દ્વારામતીથીયે આગળ મોકલીશ - સિંધુમુખે. તું ગાંધાર પહોંચીશ તે પહેલાં સિંધુમુખ ઉ૫૨ આ૫ણું નૌકાસૈન્ય પહોંચી ગયું હશે. બંને પછી સાથે ઈરાનમાં ઊતરીએ.' સુબાહુએ કહ્યું. છીએ.’ બોલ્યો. બોલ્યો. ‘અને ત્યાં અટકવું નથી.' સુકેતુએ કહ્યું. ‘અટકવા માટે આપણે જતા જ નથી. રોમનોને અટકાવવા જઈએ ‘એટલું જ નહિ, હું રોમના દરવાજા બાળી આવવાનો છું.' સુકેતુ ‘એક ડગલું તો ભર ! પછી બીજું.’ ‘હવે એક ડગલે નહિ ચાલે. ક્ષિતિજમાં એક ન પહોંચાય.' સુકેતુ ‘અમર થઈએ તો ક્ષિતિજ ભેદાય. અને યુદ્ધ કદી માનવીને અમરત્વ નહિ આપે.' સુબાહુએ કહ્યું. ‘કોને અમરત્વ જોઈએ ?’ ત્રણે જણે સહજ પાછળ ફરીને જોયું. એક પચાસ-પંચાવન વર્ષનો મધ્યવયી પુરુષ સાયંસંધ્યાનાં સાધનો લઈ તેમની છેક નજીક આવેલો દેખાયો. હસીને તેણે ફરી પૂછ્યું ઃ ‘અમરત્વ કોને જોઈએ ?’ પ્રથમ તો તેને તુચ્છકારી કાઢવા તત્પર થયેલા સુકેતુને લાગ્યું કે એવા વર્તનને પાત્ર એ પુરુષ નથી. અછકલા, આસક્ત અને મોજી બની ગયેલા માલવપ્રદેશમાં આવો પવિત્રતાની છાપ પાડતો મધ્યવયી પુરુષ મળી આવે એ જરા નવાઈ જેવું અને સત્કારવા જેવું હતું. સુકેતુની માન્યતા હતી કે માળવાના મધ્યવયી પુરુષોના જેવી વિષયાસક્તિ બીજી કોઈ પ્રજામાં ન હતી - માત્ર રોમના ઉમરાવો સિવાય. ‘એ અમે વિચારતા હતા. આપ કોણ છો ?' સુકેતુએ પૂછ્યું. ‘હું પણ તમારી માફક અમરત્વને શોધનારો શોધક હતો.' તેણે