પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શિવ અગસ્ત્ય:૨૪૭
 

જવાબ આપ્યો. ‘એ મળ્યું ?' સુબાહુએ પૂછ્યું. ‘અંશતઃ મળ્યું. પછી એની જરૂર ન લાગી.' ‘સિદ્ધ છો ?' શિવ અગસ્ત્ય : ૨૪૭ ‘ના; એ સાધના જ મૂકી દીધી. પેલા સિદ્ધને તો તમે જવા દીધો ને ?' ‘એ ચાલ્યો ગયો; માળવાની પાર ચાલ્યો ગયો. પછી અમારે એને વધારે ત્રાસ નહોતો આપવો.' સુબાહુએ કહ્યું. ‘સુબાહુના જ આગ્રહથી એને જતો કર્યો.' સુકેતુએ કહ્યું. ‘જ્યાં, હો ત્યાં એનાથી ચેતતા રહેજો.’ ‘કેમ ?’ ‘હું એને ખૂબ ઓળખું છું. એ મારો ગુરુભાઈ છે. એ ગમે ત્યાં ફૂટી નીકળશે.’ ‘એટલે ? આપ બૌદ્ધ છો ?' ‘ના; હું સૂર્યઉપાસક આર્ય છું. પરંતુ બૌદ્ધ ગુરુઓ પાસે ઘણું રહ્યો છું. હવે બૌદ્ધ અને વૈદિક એવા ભેદ ખાસ રહ્યા જ ક્યાં છે ?' પણ પેલા સિદ્ધને કેમ આપે સંભાર્યો ?’ ‘અમે બંને અમરત્વના શોધક હતા. અમરત્વના તો ઇશારા જ માત્ર જડ્યા. પરંતુ મૃત્યુ તો બરાબર હાથ લાગ્યું. સિદ્ધે એ મૃત્યુ સાચવી રાખ્યું ‘અમરત્વના કયા ઇશારા ?' સુબાહુએ પૂછ્યું. ‘દેહ અમર નથી બની શકતો. બહુ સાચવતાં પણ તે સો સવાસો વર્ષે તો પડે જ છે.’ ‘પછી અમરત્વ ક્યાં ?' ‘કોઈ મહાકાર્યમાં અમરત્વના ઇશારા હોય. એ કોઈની વાણી સાચવી રાખે, કોઈના રંગરેખા સાચવી રાખે અગર કોઈની હથોડી ને ટાંકણું સાચવી રાખે. આ સિવાય અમરત્વ ન દેખાયું.’ ‘આપ અહીં શું કરો છો ?’ ‘નવી અવંતિ જોઉ છું. એ અવંતિના રચનારાઓને મારે જોવા હતા. હવે આગળ ભ્રમણ કરીશ.' ‘આપે જોયા ?’ સુકેતુએ પૂછ્યું. ‘ા. અમરત્વ શોધતી એ ત્રિપુટી મારી સામે જ છે. એને મારા