પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮ : ક્ષિતિજ
 


આશીવિદ.' ‘આપનો પરિચય ?' સુબાહુએ પૂછ્યું. ‘શી જરૂર છે ?’ ‘કોણ મહર્ષિના આશીવિદ અમને મળે છે ?' ‘મહર્ષિ તો હું નથી; પરંતુ હા, હું વનવાસી છું, પર્વતવાસી છું - જો એથી મહર્ષિ બનાતું હોય તો.' ‘કર્ય સ્થળે ?’ ‘સહ્યાદ્રિમાળામાં ગૌતમી ગંગાને તટે. બૌદ્ધો અને વૈદિકોને એક બનાવતી ગુફા રચતો હું સમય વિતાવું છું.' ‘આપનું નામ ?’ ‘અગસ્ત્ય. સપ્તર્ષિમાંનો નહિ હોવાથી મને શિવ અગસ્ત્ય પણ કહે છે.' આજનો અગસ્ત્ય. શિવપૂજક ‘શિવ અગસ્ત્ય ? યવદ્વીપવાળા ?’ સુબાહુએ પૂછ્યું. ‘કદી જરૂર પડે તો મને યાદ કરજો’ વરમુદ્રા કરી અગસ્ત્ય આગળ પગલું ભર્યું અને જરા ખમચી ઊભા રહી તેમણે સુકેતુને કહ્યું : ‘સુકેતુ ! તારે અવંતિમાંથી એક ચિત્રકાર જોઈતો હતો, નહિ ?' ‘ચિત્રકાર ? મને યાદ નથી. હું હમણાં કલાશત્રુ બન્યો છું. સુકેતુએ કહ્યું. એક ડગલું આગળ વધી પોતાની આસની રેતી ઉપર પાથરી અગસ્ત્ય ધ્યાન ધરવા માંડ્યું. સુબાહુ, સુકેતુ અને ઉલૂપીનું અસ્તિત્વ તેમણે એક ક્ષણમાં વિસારી દીધું. ત્રણે જણે થોડી વાર અગસ્ત્ય તરફ નિહાળ્યા કર્યું. અગસ્ત્યનું ધ્યાન હાલ્યું નહિ એટલે તેમણે આગળ ડગલાં ભર્યાં. થોડે દૂર ફરતા પોતાના એક ગુપ્તચરને પાસે બોલાવી સુકેતુએ કહ્યું : ‘જો પેલા મહાત્મા ધ્યાન ધરે છે તેમના ઉપર નજર રાખ.’ ‘બીજું કાંઈ ?’ ગુપ્તચરે પૂછ્યું. ધ્યાનમાંથી જાગે તો તેમને અમારી પાસે આવવા વીનવજે.' ‘અને ન આવે તો ?’ તો આગળનો બધો વિધિ કરજે.' ત્રણે જણ ધીમે ધીમે ફરતાં ઉલૂપીની નાવ પાસે આવ્યાં. નાવ