પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શિવ અગસ્ત્ય:૨૪૯
 


આગળ નાગપ્રદેશનો એક જાણીતો કર્મચારી ઉલૂપીની રાહ જોઇ ઊભો હતો. ‘મણિધર ! તું ક્યાંથી ?' ઉલૂપીએ પૂછ્યું. ‘હું સમાચાર આપવા આવ્યો છું. ઉત્તુંગ હજી નાપ્રદેશમાં આવ્યો નથી. અને કદાચ આવી શકશે પણ નહિ.' મણિધરે જવાબ આપ્યો. ‘ત્રણે જણા જરા ચમક્યાં. ‘કેમ ?’ સુબાહુએ પૂછ્યું. ‘ક્ષમા અને ઉત્તુંગ બંને અદૃશ્ય થયાં છે.' મણિધરે કહ્યું. ‘હું શું કહેતો હતો ?’ સુકેતુએ કહ્યું. ‘એ અદૃશ્ય થયાં એમ શા ઉપરથી કહે છે ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘આપે સમાચાર મોકલ્યા હતા કે તેઓ આવે છે. ઉત્તુંગ આવે કે તત્કાળ તેને સેનાપતિપદ પાછું સોંપવાનું હતું.' ‘પછી ?’ ‘એ આવ્યો નહિ. અને ક્ષમા પણ ન આવી.' મણિધરે કહ્યું. ‘એમને રોમન સંસ્થાનમાં જવા દીધાં હતાં : તપતીને કિનારે. ત્યાં તપાસ કરી ?' સુબાહુએ પૂછ્યું. ‘હા જી. ત્યાંથી જ હું આવું છું. મને શક છે કે એ બંને જણ ત્યાંથી જ રોમન વહાણમાં ચાલ્યાં ગયાં હોય.' મણિધર બોલ્યો. ‘સુબાહુ ! તારી અને ઉલૂપીની જીદનું આ પરિણામ. રોમનોને તેમને દેશ પાછા મોકલી દેવાની કૃપા કરવામાં તેં ક્ષમા અને ઉત્તુંગ બંનેને ભાગી જવા દીધાં.' સુકેતુએ કહ્યું. કહ્યું. ‘ઉત્તુંગ ન ભાગે.’ સુબાહુએ કહ્યું. ‘ત્યારે એ ક્યાં ગયો ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘મને ભય છે કે...’ સુબાહુ બોલતો અટકી ગયો. ‘શું ? શું ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘ઉત્તુંગ ભયમાં છે. ક્ષમા કદી એની સાથે પરણે નહિ.' સુબાહુએ ‘હવે ?’ ‘હવે શું ? બે માર્ગ. ઉત્તુંગને પોતાની મેળે ભયમુક્ત થવા દેવો અથવા આપણે તેમાં સહાય આપવી.' સુબાહુએ કહ્યું. ‘એને સહાય આપવી જ જોઈએ. આપણો સહુનો એ મોંઘો મિત્ર છે.’