પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦ : ક્ષિતિજ
 

૨૫૦: ક્ષિતિજ ઉલૂપી બોલી. ‘પણ કેવી રીતે સહાય આપવી ? ક્યાં ?' સુકેતુ બોલ્યો. ‘જે વહાણો જશે તે આપણી મધ્ય ચોકી ચુકાવી શકશે નહિ.' ‘પરંતુ ક્ષમા અને ઉત્તુંગને ન જવા દેવાં એવી ક્યાં આશા નીકળી છે? ઉલૂપીએ કહ્યું. ‘અને હવે આજ્ઞા પહોંચતા પહેલાં તેઓ ચોકી બહાર નીકળી જશે.' સુકેતુએ ભય દર્શાવ્યો. ‘ઉત્તુંગનો વધ કર્યો હોય તો... તો... ખબર ન પડે. ઉત્તુંગને બંદી- વાન બનાવ્યો હોય તો એની ખબર પડ્યા વગર રહે જ નહિ.' સુબાહુએ કહ્યું. ‘હું સમુદ્રમાં ગયા પછીની વાત કહું છું. સંસ્થાનમાં તો ન જ થાય.' સુબાહુ બોલ્યો. ‘હવે શું કરવું ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘આપણો કરેલો ક્રમ સાચવી લેવો.' સુબાહુએ કહ્યું. ‘એટલે ?’ ‘ઉલૂપી નાગપ્રદેશમાં જાય અને નૌકાસૈન્ય માટે નૌકાઓ તૈયાર કરાવે.' સુબાહુએ કહ્યું. ‘હું અહીંનું સૈન્ય તૈયાર કરી આગળ મોકલતો જાઉં.' સુકેતુએ કહ્યું. ‘મને લાગે છે કે યુવરાજને આગળ મોકલવાને બદલે તું જ જા... અગર યુવરાજની સાથે જ જા. મહારાણી યોજના સમજી ગયાં છે અને આપણો સેનાનાયક પાછળ રહેલાં સૈન્યોને બરાબર તૈયાર કરશે.' સુબાહુ બોલ્યો. ‘અને તું ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘હું સાગર સંભાળીશ, સાગરસૈન્યને અસુરકાંઠે ઉતારીશ, સુકેતુ ગાંધાર પહોંચ્યાના ખબર પડશે એટલે રોમનો ઉ૫૨ ધસારો કરીશ, અને.’ ‘ઉત્તુંગની તપાસ નથી કરવી ?' ઉલૂપીએ પૂછ્યું. ‘હું એ જ કહેતો હતો. અને ત્યાં જતાં જતાં ઉત્તુંગની શોધ કરીશ. જરૂર લાગશે તો ક્ષમાના વહાણને પાછું પકડાવી મંગાવીશ.' ‘એ બનશે ?’ ‘શા માટે નહિ ? જગતમાં કોઈ પાસે ન હોય એવાં ઝડપી વહાણો આપણી પાસે છે. અશ્વ કરતાં એ વધારે દોડી શકશે.’