પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શિવ અગસ્ત્ય:૨૫૧
 


‘અને કાલે જ નીકળવું ?' સુકેતુએ પૂછ્યું. ‘હાસ્તો. નહિ તો બધી પાસ મોડા પડીશું - જો ખરેખર રોમનોને ઈરાન સરહદે રોકવા હોય તો.' સુબાહુ બોલ્યો. ‘આજે તમે બંને ભાઈઓ મારા મહેમાન બનો.' ઉલૂપીએ કહ્યું. ‘એટલે ?’ ‘અહીં જ જમો.’ ‘હું તો આમંત્રણ કબૂલ રાખીશ. આવતી કાલથી ભૂખમરો તો છે જ. સૈન્યમાં સ્ત્રીઓ હોય તો જ સૈનિકોને જમવાનું સારું મળે.' સુકેતુએ હસતાં હસતાં કહ્યું. ‘સ્ત્રી વગર સૈન્ય ન રચાય તો એ સૈન્યો જ રચવાં બંધ કરો.’ સુબાહુએ કહ્યું. ‘પણ તું મારે ત્યાં જમવાની હા પાડે છે કે નહિ ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘એની હું પણ હા પાડું છું. સ્ત્રીઓને યુદ્ધ કરતી જોઉં છું ત્યાં મને યુદ્ધ પ્રત્યે અભાવ આવી જાય છે.' સુબાહુએ કહ્યું. ‘તું પરણે તો તારી પત્નીને યુદ્ધની ના પાડજે અને એને રસોડામાં જ ગોંધી રાખજે.' ઉલૂપીએ કહ્યું. ‘એમ નહિ. મારી દૃષ્ટિમાં યુદ્ધની પ્રથા જ આંખી મિથ્યા ભાસે છે. એમાં જગતની લક્ષ્મી - જગતની અંબિકા સરખી સ્ત્રી ઊતરે...’ ‘આખા જગતની સ્ત્રીઓ તારું કહેવું માને તે દિવસે તેમ કરજે. આજ તો તું એક સ્ત્રીસૈનિકનો મહેમાન છે.’ હસતે હસતે સુબાહુનો હાથ પકડી હોડી તરફ ખેંચતી ઉલૂપી બોલી. ત્રણે જણ હોડીમાં ગયાં. જમતે જમતે અને ત્યાર પછી પણ યોજનાઓની વિગતવાર ચર્ચા કરી એક વર્ષનું અનિયમિત ભાવિ તેમણે ઘડી રાખ્યું. એ ભાવિમાં આર્ય અને નાગપ્રજાની એકતા ઊઘડી આવી, આર્યાવર્તનાં મંડળો અને મધ્ય ચક્રની પુનર્ઘટના પણ ઘડાઈ, આર્યસૈન્યને રોમ અને તેથીયે આગળ લેઈ જવાની યોજનાઓ નક્કી થઈ, અને અંતે જગત સમસ્તમાં આર્યધ્વજ ફરકાવવાનો નિશ્ચય ઘડાયો. માત્ર સુબાહુની એક કલ્પનાનો કટાક્ષમય સ્વીકાર થયો : વગર યુદ્ધે આર્યધ્વજ જગતમાં ફરકી શકતો હોય તો ? કહ્યું. ‘તો કોણ ના પાડે છે ? એ શક્ય હોય તો !’ સુકેતુએ કહ્યું. ‘એ શક્ય બને એનું જ નામ આર્યધ્વજનો જગતસ્વીકાર.' સુબાહુએ