પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

ક્ષમા : ૧૧
 

________________

Hપાં : 11 તોફાન જાણે રમત હોય એમ બંનેને લાગ્યું. સમુદ્રકિનારાના નાવિકોને વાવાઝોડાંની નવાઈ લાગતી નથી. ભૂતલનિવાસી કરતાં. દરિયાઈ સફર કરનારા વહાણવટીઓ વાવાઝોડાને વધારે ઓળખ છે, અને તેમાંથી પસાર થવાના ઉપાયો વધારે સારી રીતે જાણે છે. એક પવનલહરીની પાછળ અનેક લહરીઓ આવી. ભવ્યપણે આગળ વધતી ચપલાએ પણ ઉછાળો અનુભવ્યો. લહરીઓની પાછળ કાળો અંધકાર ધસી આવ્યો. અબરખવીંટ્યા દીવાઓ માર્ગદર્શન મૂકી માત્ર ઝાંખાં ભૂલ ખવરાવનારાં તેજધાબાં બની ગયાં. ચપલા હિલોળે ચડી. તેની જોડ નાનકડું હોડકું ચપલા કરતાં પણ વધારે ચપળતાથી પડવા ઊપડવા માંડ્યું. સેનાપતિ અંધકારમાં અદ્રશ્ય થઈ ગયો. માત્ર તેનો અવાજ ભયંકર તોફાનને વીંધી નાખતો હતો. હોડી ખેંચી લઉ ?’ સેનાપતિએ પૂછ્યું. ના. દોર હાથમાં જ છે. જરૂર લાગે અમે ઉપર ચડી આવીશું.' હોડીમાંથી સુકેતુએ જવાબ આપ્યો. કાળા ભમ્મર વંટોળિયામાંથી પાણીની ઝડી તૂટી પડી. પવન વરસાદ અને સાગર વચ્ચે સુસવાટ અને ગર્જનાની શરત જામી. ઉપર નીચે પાણી વહી રહ્યાં. અંધકારનાં ઊંડાણને ચીરતી એક વીજળી ઝબકી. આકાશમાંથી મોતી વરસતાં દેખાયાં. દરિયામાં તેજના ડુંગરો હાલી ઊઠ્યા. તેજભર્યા મોજાં ઉપર બે વહાણ પાસે પાસે ઊછળી રહ્યાં હતાં. એ બંને વહાણ મનુષ્યોથી ઊભરાતાં હતાં, બંને વહાણમાંથી જબરજસ્ત ગર્જના ઊઠી. એક ક્ષણમાં આ બન્યું અને પાછું આખું જગત કાજળના ગર્તમાં અદ્દશ્ય થઈ ગયું. મધ્યમંદિર નૌકા છે.' સુબાહુએ કહ્યું. ‘રોમન સૈનિકો છે તે જોયા?’ સુકેતુએ હોડીમાં ઊછળતાં કહ્યું. હા.' ‘દુશમન કે મિત્ર?' આફતમાં આખું જગત મિત્ર !” ‘અને કદાચ સ્ત્રીબાળક પણ એમાં હોય.' જયરાજ ! સુબાહુએ બૂમ મારી. “જી.' સેનાપતિએ સંભળાય એવી સામી બૂમ પાડી. 'મિત્ર !” જી.”