પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાજરમત:૨૫૫
 


‘તારા ઉપર એટલો વિશ્વાસ રાખ્યો એ કેમ ભૂલે છે ?’ ‘ઓ ઉત્તુંગ ! તારામાં ક્યારે સમજ આવશે !' કહી ક્ષમાએ ધીમે રહી ઉત્તુંગના ગાલ ઉપર બે આંગળીઓ પછાડી. કઠણ ચામડી અને એથીયે વધારે કઠણ ગાલઅસ્થિ ઉપર પછડાયલી ક્ષમાની આંગળીઓએ ક્ષમાના હૃદયને એક વાત કહી અને ઉત્તુંગના હૃદયને જુદી વાત કહી. ઉત્તુંગ પ્રેમના પારામાં એક ડગલું નીચે ઊતર્યો. ક્ષમાના હૃદયે ઉત્તુંગના દેહની અસ્પૃશ્યતા સામે વિરોધ કર્યો. પરંતુ ક્ષમાનો હૃદયવિરોધ હૃદયમાં જ દટાઈ ગયો.' ‘કેમ એમ ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘કેટલો વિશ્વાસ ! તને જગતમાં કોઈ ભૂંડું લાગતું જ નથી. સુબાહુની યુક્તિ પણ તું હજી નથી સમજ્યો !’ ‘શાનિયુક્તિ ?’ ‘મારા ઉપર કેમ વિશ્વાસ મૂક્યો તે તું જાણે છે ?' ‘કહે.’ 31.2 કહ્યું. 918 ‘તું મારી સાથે છે એ કેમ ભૂલે છે ?’ ‘એટલે ?’ એટલે એમ કે તું પ્રેમી હોવા છતાં મારો પહેરેગીર પણ બની શકે જરૂર પડે ત્યારે ! તને ક્યાં સુબાહુની યુક્તિ સમજાય છે ?' ‘એમાં ખોટું પણ શું ?’ ‘હું એમ ક્યાં કહું છું ? પણ હું કહું છું તે એટલું જ કે મને કામોનિજ્જ આવવાની હા પાડી એમાં સુબાહુની ખાસ ઉદારતા નથી.’ નગર પાસે આવતું જતું હતું. કિનારે ક્વચિત્ માણસો પણ અવર- જવર કરતાં દેખાતાં હતાં. તાપીની ભેખડ ઉપર થોડી ગાયો ચરતી હતી. સામી પાર ભાઠામાં વાવેતર થયેલો લાંબો વિસ્તાર દેખાતો હતો. – ‘આર્યવર્તમાં રેતી પણ ફળદ્રુપ હોય છે, નહિ ?’ ક્ષમાએ વિચારમાં પડેલા ઉત્તુંગને પૂછ્યું. ‘જોજો, તમે પરદેશીઓ આર્યાવર્તને નજર લગાડવાના છો !' ઉત્તુંગે ‘શું ?’ ‘તમારી નજર લાગે તો કાં ફળદ્રુપતા ઘટી જાય કે કાં ફળદ્રુપતા નિરર્થક બની જાય !' ‘વહેમી ! નજર તો લાગી જ છે !' ક્ષમાએ પોતાના મુખ ઉપર