પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬ : ક્ષિતિજ
 

૨૫૮: ક્ષિતિજ ‘કે આપ અને નાગસેનાપતિ અહીં પધારો છો.’ ‘આજ્ઞાપત્ર અમારી પાસે છે. તમને સમાચાર કેમ વહેલા મળે ‘અમારા ભૂમિ ઉપરના ખેપિયાઓ પાણીવેગે વહી આવે છે. પાલખી આપને માટે ઉપર રાખી છે. ઓવારો ચઢશો ? કે પાલખી નીચે મગાવું ? ક્ષમાએ નાગવનમાં પ્રવેશ કરવા ઉત્તુંગ સાથે મુસાફરી શરૂ કરી. પરંતુ તાપીકિનારો પાસે આવતાં તેણે પોતાની રોમન જનતાને છેલ્લી વાર મળી લેવાની બહુ જ આકાંક્ષા બતાવી. ઉત્તુંગે ઉલૂપીની પરવાનગી એક ખાસ માણસ મોકલી મંગાવી. એ પરવાનગી આવતા પહેલાં જ તેમણે કામોનિજ્જ તરફ મુસાફરી શરૂ કરી. નાગજનપદના મિત્રધ્વજને બધે જ જવાની છૂટ હતી; છતાં ઉલૂપીને કે સુબાહુને કાંઈ પણ વહેમ ન આવે એ અર્થે ક્ષમાના જ આગ્રહથી પરવાનગી માગવામાં આવી. સુબાહુએ અત્યંત ડપથી એ પરવાનગી ક્ષમા તરફ મોકલાવી અને બીજા કાસદ સાથે કામોનિજ્જના નૌકાનાયકને પણ એ ખબર મોકલી. સાથેસાથે રોમન પ્રજાના અપરિણીત વિભાગને કાર્મોનિજ્જ ત્રણ દિવસમાં ખાલી કરવાની પણ આશા અપાઈ હતી ! ક્ષમા કિનારે ઊતરી તેની ત્રણેક ઘાટિકા પહેલાં આ બન્ને સમાચાર કાર્મોનિજ્જમાં ફેલાઈ ગયા હતા. સુકેતુ બધાય રોમનોને દેશપાર કરવા ધારતો હતો, પરંતુ આર્યા- વર્તને માતૃભૂમિ બનાવી રહેલા રોમનોને રહેવા દેવા સુબાહુએ આગ્રહ કર્યો. સુકેતુએ સંમતિ આપી, પરંતુ રોમ સાથે વેપાર કરવાની તાત્કાલિક બંધી હતી તે પણ તેમને લાગુ જ પાડી. એ રોમનોએ રોમન સંબંધને ત્યાજ્ય ગણવાનો હતો, કારણ સુબાહુ-સુકેતુ રોમન શહેનશાહતની સામે પડ્યા હતા, અને પારસીકોની મૈત્રી સ્વીકારી તેમણે ખુલ્લી દુશ્મનાવટ રોમ સામે જાહેર કરી દીધી હતી. ‘પાલખીમાં નથી બેસવું.' ક્ષમાએ કહ્યું, અને તેણે ઓવારાનાં પગથિયાં ચઢવા માંડ્યાં. પાછળ નાયક અને ઉત્તુંગ પગથિયે ચઢતા હતા. આવતા જતા લોકો તેમના તરફ જોતા હતા અને તેની ઝડપનો અને દેખાવનો ખ્યાલ રાખી તેમને માર્ગ આપતા હતા. એટલામાં રોમન ગુલામોની એક નાની ટોળી કેટલોક સરસામાન લેઈ પગથિયાં ઊતરતી સામી મળી અને ખાંધે ખૂબ ભાર હોવા છતાં ક્ષમાને નિહાળી માનપૂર્વક એક બાજુ ઊભી રહી. ક્ષમાનો દેખાવ અણીશુદ્ધ રોમન હતો. ક્ષમાએ પાછા ફરી નાયકને પૂછ્યું : ‘આ લોકો ક્યાં જાય છે ?’ ‘ોડીઓમાં માલ ચઢાવવા.' નાયકે જવાબ આપ્યો.'