પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાજરમત:૨૫૯
 

‘પણ વ્યાપાર તો બંધ છે.' ‘હા જી.’ ‘પછી ? આ સરસામાન ક્યાં જાય છે ?' ‘ત્રણ દિવસમાં રોમનોએ કામોનિજ્જ છોડી ચાલ્યા જવાનું છે.' ક્ષમા ચમકી. તેના હૃદયમાં કોઈ વીજળીનો નૂતન પ્રકાશ ફરી વળ્યો. પોતાના દેશબાંધવોને છેલ્લું મળી લેવા તે આવતી હતી પરંતુ તેને ખાતરી હતી કે રોમનોથી વીંટળાઈ વળતાં એ પ્રસંગ અંતિમ મિલન ન બને એના અનેક ઉપાયો તેને જડી જ આવશે. ‘કોની આજ્ઞા છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘સુબાહુની.’ નાયકે જવાબ આપ્યો. ‘ક્યારે એ આજ્ઞા મળી ?’ રાજગત : ૨૫૯ ‘આપના આવવાના સમાચાર સાથે. બહુ સારું થયું કે આપને ત્રણ દિવસ મળશે. મોડું થયું હોત તો સહુ રોમનો ચાલ્યા ગયા હોત.’ નાયકે કહ્યું. ક્ષમાએ ઉત્તુંગ તરફ જોયું. ઉત્તુંગ ક્ષમાના દેહને જોતો વિચારણામાં પડેલો લાગતો હતો. ‘જોયું, ઉત્તુંગ ?’ ક્ષમાએ કહ્યું. ‘હા.’ વસતીને દેશપાર કરશે એમ મેં નહિ ધારેલું. નવા માણસો ભલે ન આવે. પણ આ સ્થિર થયેલી પ્રજા... હશે, મારે શું ? હું તો મળી જ લઉં.’ ક્ષમા બોલી, અને આગળ પગથિયાં ચઢવા લાગી. તેના પગમાં હતી તેના કરતાં વધારે સ્ફૂર્તિ આવી. ઓવારાનાં પગથિયાં પૂરાં થયાં. તેની ઉપર એક ભવ્ય દરવાજો હતો. એ દરવાજો કિલ્લાનો એક ભાગ પણ હતો અને ઓવારાનાં પગથિયાંનું દ્વાર પણ હતો. દરવાજે રોમન શ્રેષ્ઠી અને તેના સલાહકારો ઊભા હતા. ક્ષમાને જોતાં બરાબર તેમણે અદબપૂર્વક સલામ કરી. ક્ષમાએ છટાથી સલામનો જવાબ આપ્યો અને ઉત્તુંગ સામે એક દૃષ્ટિ ફેંકી તે પાછી શ્રેષ્ઠી ત૨ફ ફેરવી બોલી : ‘હું રોમન રહું ત્યાં સુધી તો સલામની અધિકારી છું જ. તમને દરિયાપાર કરે છે ? ‘હા જી. પરંતુ આપનું આગમન સાંભળ્યું એટલે અમને આશા પડી હતી.' શ્રેષ્ઠીએ જવાબ આપ્યો.