પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦ : ક્ષિતિજ
 

૨૬૦ : ક્ષિતિજ હું જ બંદીવાન છું ને ! પરંતુ મને આ ખબર ન હતી. એ ખબર હો તો હું આવત નહિ. પાછી જાત અને સુબાહુને જરા ન્યાયી થવા વીનવ ક્ષમાએ કહ્યું. હજી પણ તેમ આપ કરી શકો છો.' નાયકે કહ્યું. ‘ત્રણ દિવસમાં શું થાય ? નાયક ! તમે આ ત્રણ દિવસની મહેતલ લંબાવી શકો છો ?' ક્ષમાએ નાયકને પૂછ્યું. યોગ્ય અધિકારીની આજ્ઞા મળે તો લંબાવી શકું. આપ હમણાં તો પધારો.' નાયકે કહ્યું. ‘મારે તારી સાથે આવવાની જરૂર છે, ક્ષમા ? ઉત્તુંગે પૂછ્યું. ‘ત્યારે કશી હરકત છે ? જરા અમારા લોકોને મળ તો ખરો ?’ ક્ષમાએ કહ્યું. ‘હરકત કશી નથી. પણ...' ‘આ ઉત્તુંગ, નાગસેનાધિપતિ, હું હજી એના બંધનમાં છું. પણ નાગપ્રજા એટલી ઉદાર છે કે એણે મને અહીં આવવા દીધી. ક્ષમાએ ઉત્તુંગનો પરિચય કરાવ્યો. ઉત્તુંગનું ભયપ્રેરક નામ તો સહુએ સાંભળ્યું હતું. એનો દેખાવ સહુની નજર ખેંચી રહ્યો હતો. એ દેખાવ જરૂર કદરૂપો કહેવાય. પરંતુ એ કદરૂપા મુખમાં બળ હતું, તેજ હતું, આકર્ષણ હતું. એ આકર્ષણ કુરૂપતાને ઢાંકી દેતું હતું. શાંતિના સમયમાં નાગવનમાંથી ઔષધિઓ અને તેજાના ખરીદી લાવનાર દલાલો ઉત્તુંગ સંબંધી ઘણી ઘણી દંતકથાઓ રોમન વ્યાપારીઓમાં ફેલાવતા. ‘એમને પણ અમારો આવકાર છે.' શ્રેષ્ઠીએ કહ્યું. પાલખીમાં બેસવાની ક્ષમાએ આ સ્થળે પણ ના પાડી, એટલે રોમન શ્રેષ્ઠી તેમ જ અન્ય આગેવાનોને પણ ક્ષમા સાથે ચાલવું પડ્યું. કિનારાની પાસે જ રોમન વસવાટ હતો. મહેમાનગૃહમાં ક્ષમાએ અને ઉત્તુંગે સ્થાન લીધું. મિજબાનીનો વિધિ ઉતાવળે પતાવી રહેલી વ્યગ્ર રોમન પ્રજાના આગેવાનો ક્ષમાને મળવા આતુર હતા. તેમણે ત્રણ દિવસમાં શહેર ખાલી કરવાનું હતું. રાત ને દિવસ ગુલામો સામાન વહી જાય તોય આ થાણાનો બધો માલ લેઈ જવાનું અશક્ય હતું. મોડી રાત સુધી તે પોતાના જૂના ઓળખીતા મિત્રોને મળી. મધરાત વીતી ગયા પછી બે પાલખીઓ કામોનિજ્જના રોમના ઓવારા ઉપર આવી. રાત્રિના અંધકારમાં તાપીકિનારાનું દૃશ્ય હતું, તેના કરતાં વધારે