પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાજ રમત:૨૬૧
 


મોટું, ગૂંચવણભર્યું અને ભયાનક લાગતું હતું. ગુલામાં સરસામાન વડી જતા હતા. તે કાર્ય રાત્રે મધ્ય રાત્રે પણ અટક્યું ન હતું. માન આરામની જરૂર છે એમ ભાગ્યે કોઈ સ્વીકારતું. વિજથી પ્રજા યુદ્ધમાં પકડાયલા ગુલામો પાસેથી પશુ કરતાં પણ વધારે મજૂરી લેવાનો પોતાનો જન્મસિદ્ધ હક્ક માનતી હતી, અને પશુ કરતાં પણ વધારે ક્રૂરતાભર્યું વર્તન ગુલામો પ્રત્યે રાખવામાં પોતાની દક્ષતા સમજતી હતી. પાલખી ઉપાડનાર પણ ગુલામો જ હતા. થોડા રોમન રક્ષકો પણ પાલખીઓની આગળ પાછળ ચાલતા હતા. સાવધ પહેરેગીરે ઓવારા ઉપર જ પાલખીઓને અટકાવી. ‘કોણ જાય છે, અત્યારે ?’ ‘કેમ ખબર નથી ? એ તો ક્ષમા છે.’ એક આગળ ચાલતા રક્ષકે કહ્યું. ‘હું છું. અને મારી પાછળ ઉત્તુંગ છે. કેમ, ઊતરી જાઉ ' રક્ષકની મશાલમાં પોતે ઓળખાઈ આવે એવી રીતે ક્ષમાએ પાલખીમાંથી મુખ બહાર કાઢી જવાબ આપ્યો. ‘નહિ જી, ઊતરવાની જરૂર નથી.’ પહેરેગીરે ક્ષમાને જોઈ ઓળખી જવાબ આપ્યો. તે માનવંત વ્યક્તિ હતી એની તેને ખબર હતી. નાગધ્વજ નીચે આવેલી એ રોમન સ્ત્રી પાછી નાગધ્વજ નીચે જ જતી હતી. ‘હું મારી હોડીમાં જાઉં છું - ઉત્તુંગની હોડીમાં.' ક્ષમાએ કહ્યું. અને ગુલામોએ પાલખી આગળ વધારી. બીજી પાલખીમાં પણ પહેરેગીરે દૂરથી નજર કરી. ઉત્તુંગ પાલખીમાં તકીએ અઢેલી બેઠેલો દેખાયો. એ ઉત્તુંગ જ હતો. એના વાળ, એની માળા અને એનું ઊપસેલું કપોલઅસ્થિ એને ઉત્તુંગ તરીકે જ ઓળખાવતાં હતાં. એની આંખો મીચેલી હતી શું ? પાલખીએ બેસના૨ને મધરાતે ઊંઘ આવે જ ! બંને પાલખીઓ આગળ વધી. ઓવારાના નીચાણવાળા ભાગમાં માલ લેઈ જતા કેટલાક ગુલામોને પાલખીધારીઓએ બૂમ પાડી : ‘હઠો ! માર્ગ કરો.’ ‘ભાર છે. ક્યાંથી માર્ગ કરીએ ?’ પાછળ જોયા વગર જ ગુલામોએ કહ્યું. ‘આંખ છે કે નહિ ? પાલખીઓ લાવીએ છીએ તે સમજાતું નથી ?' ગુલામ, મજૂર, દાસ, નોક૨. એ સહુને વધા૨ાની બે આંખો બોચી ઉપર પણ હોવી જોઈએ ! ભારવાહકો જરા ખસી ગયા અને તેમણે ભાર નીચે મૂકી દીધો. છતાં માર્ગ બરાબર ન હતો. પાલખીધારીઓએ પાલ- ક્ષિ. ૧૬