પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨ : ક્ષિતિજ
 


ખીઓ નીચે મૂકી મોટે ઘાંટે ગાળો દેવા માંડી. મજૂરોએ જો આપી દેવી શરૂ કરી, પરંતુ પાલખી ઊંચનાર ગુલામોને ઊંચા માની કથા ઊંચકતા ગુલામોએ શાંતિ ધારણ કરી, અને પાલખીઓ માટે માત્ર ક આપ્યો. ક્ષમા અને ઉત્તુંગની પાલખીઓ આગળ વધી અને નાગહોડી વળી. અન્ય સરસામાનવાળા ગુલામો બીજા ભાગમાં ઊભેલા એક મોટ મછવા તરફ વળ્યા. એ મછવાઓમાં રોમનો અને તેમના માલ ભર ભરાઈને જતો હતો. ક્ષમા પાલખીમાંથી ઊતરી અને હોડી તરફ કૂદકો મારી ચઢી ગઇ. દૂરથી મશાલો નિહાળી રહેલા ખલાસીઓ જાગૃત થવા લાગ્યા હતા. તેમની ખાતરી થઈ કે ક્ષમા અને ઉત્તુંગ હોડીમાં પાછાં આવી ગયાં. ક્ષમાની સાથે કેટલાક રક્ષકો પણ હોડીને ઝોલો આપતા અંદર ચઢી ગયા. ‘કેટલાક માણસો ચઢે છે ?' એક ખલાસીએ જરા બડબડાટ કર્યો. પરંતુ એ સઘળા પાછા નીકળી ગયા, અને ક્ષમાએ સહુને ખબરદારીથી દેશ પાછા ફરવા સલાહ આપી. ‘હું અહીં હોઈશ તો રોમન અને આર્ય સંબંધ સુધારી શકીશ. તમે ગભરાશો નહિ. ઉત્તુંગ પણ તેમ જ કરશે. એ તમને બધાને નમસ્કાર કહે છે. હવે પાછા વળો.' ક્ષમા હોડીના ઓરડા સરખા ભાગને દ્વારે ઊભી રહી કહેવા લાગી. રોમનો પાછા વળ્યા - દિલગીરી સહ. તેમને અંધકારમાં જતાં નિહાળતી ક્ષમા થોડી વાર દ્વારમાં ઊભી રહી. આકાશના તારાઓ ઝૂમખે વળી પૃથ્વીને જોઈ રહ્યા હતા. ક્ષમાએ નાવિકને કહ્યું. ‘સવારે સૂર્યોદય પહેલાં હોડી પાછી વાળજો અમારા ઊઠવાની રાહ ન જોશો.’ સવારમાં નાગજનપદનો ધ્વજ ધારણ કરતી હોડી પાછી વળી.