પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


પલાયન
 


પરંતુ એમાં ક્ષમા કે ઉત્તુંગ ન હતાં ! ઘણે દૂર પાછી ગયેલી હોડીના નાવિકોએ બપોર સુધી ક્ષમા કે ઉત્તુંગને જાગૃત થયેલાં ન જોયાં એટલે તેમણે પ્રથમ ધીમેથી અને પછી વ્યગ્રતાપૂર્વક હોડીમાં તપાસ કરવા માંડી. ક્ષમાનો પ્રશ્ન નાવિકો માટે મહત્ત્વનો ન હતો, પરંતુ નાગધ્વજવાળી નાવમાંથી નાગસેનાધિપતિ જ અદૃશ્ય થાય એ તેમને માથે મોટું જોખમ કહેવાય ! ચારે પાસ નાવિકોએ આ સમાચાર મોકલ્યા અને બ્રેડી કામોનિજ્જ પાછી હંકારી જેથી સુબાહુએ મૂકેલા નાયકને ખબર આપી શકાય. પરંતુ ક્ષમા કે ઉત્તુંગ મળે એમ હતું જ નહિ. કારણ ? હોડીના ખલાસીઓ પાછલી રાત્રે જરા આંખ મળતાં સૂતા હતા. રક્ષકો પણ થાકીને કંટાળીને ઊંઘમાં પડ્યા હતા. ક્ષમાએ ઠંડા પવનમાં હાલતી હોડીના એક ઝોલા સાથે ફરી કિનારે પગ મૂક્યો; તેની જ જોડે એક પુરુષ પણ હોડીમાંથી ઊતર્યો. પકડાય તોય બંનેને ભયનું કારણ ન હતું. નાગજનપદના ધ્વજ નીચે ફરતા માણસો ખુશીથી પોતાનું નામ ગમે તે આવાહન સામે ધરી શકે એમ હતું. છતાં ક્ષમા અને પેલો પુરુષ ચુપકીથી ઉતાવળે પગલે આરાના બીજા ભાગ તરફ વળ્યાં. એક રોમન વહાણમાં સરસામાન ભરાઈ ચૂક્યો હતો અને ગુલામ ખલાસીઓ હલેસાં લેઈ પોતાના સ્થાને બેસી ચૂક્યા હતા. ‘સુલક્ષ ! હવે શાની વાર છે ! વહાણ પાસે જઈ ક્ષમાએ પૂછ્યું. બીજા વહાણ ભરાતાં હતાં ત્યાં સરસામાન અને માણસો ભરવાની ગડમથલ ચાલતી હતી. સામાન અને માણસોને કામોનિજ્જને દરવાજે નૌકાનાયક તપાસી લેતો હતો. એટલે આરા ઉપર ફરતાં અને કામ કરતાં માણસો તેણે . જોયેલાં, ગણેલાં અને નોંધેલાં જ હતાં. ‘કશી જ નહિ. જો આગળના ભાગમાં નિસરણી રાખી છે. ત્યાંથી આપણે બંને ચઢી જઈએ.' સુલક્ષે કહ્યું. ‘સવારે ખબર પડ્યા વગર નહિ રહે.' ક્ષમાએ કહ્યું.