પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪ : ક્ષિતિજ
 


‘તે પહેલાં આપણે દરિયામાં પહોંચી ગયાં હોઇશું. ‘અહીં રહેલાં માણસોનું શું થશે ?' જે થાય તે; બહુ બાકી રહ્યાં નથી. અને ઉત્તુંગને લઇ આપણે ના શકીશું એવો ખ્યાલ રાત સુધી કોઈને ન હતો. હજી પણ બહુ જ થ વાત સુલક્ષ અને ક્ષમા બન્ને ઝડપથી લાંબી પણ નાનકડાં પગથિયાંવાળી સીધી નિસરણી ઉપર ચઢી ગયાં અને વહાણમાં બેસી ગયાં. ગુલામોને આશા મળી, લંગર ઊંચકાયું, વહાણને લાંબા વાંસના ધક્કા વાગ્યા અને ધીમે ધીમે વહાણે સ્થાન ફેરવ્યું. થોડી ક્ષણોમાં તો એકસામટાં અનેક હલેસાં પાણીને ઝડપથી કાપવા લાગ્યાં, ભરતીનાં પાણીમાં વહાણને નદી કાપવી મુશ્કેલ ન હતી. આવાં બે વહાણો રાતમાં નીકળી ચૂક્યાં હતાં. એ બંને વહાણોની ઝડપને શરમાવતું આ ત્રીજું વહાણ એમનાથી આગળ નીકળી ગયું, અને સૂર્યપુર વટાવી પ્રભાત થતામાં તો તપતીના મુખ ઉપર આવી ઊભું. ‘અહીં ચોકી છે. તું ક્યાં સંતાઈશ ?’ સુલક્ષે પૂછ્યું. ‘હરકત નહિ. મારે સંતાવાની જરૂર નથી.’ ક્ષમાએ કહ્યું. ‘પેલી હોડી આવી. એમાંથી સુબાહુનો નાયક આવશે.’ ‘આવવા દે. મારી પાસે જ લાવ. હું આ ક્ષણથી જ વહાણનો અંકુશ મારા હાથમાં લઉ છું.' ક્ષમાએ કહ્યું. ‘ઉત્તુંગનું શું કરીશું ?’ સુલક્ષે પૂછ્યું. ‘જાગે છે?’ ‘જાગશે; સંભવ છે. બે વખત તો લાગ્યું પણ ખરું કે એ બેઠો થાય છે.’ ‘હરકત નહિ..છે ત્યાં જ એને રાખો - કોથળામાં.’ – ‘ઠીક. હજી બીજી ચોકી મધ્ય દરિયે પણ આવશે.' કહી સુલક્ષ ઓરડીની બહાર ગયો. ક્ષમા વહાણની એક બાજુએ આવેલી શણગારેલી ઓરડીમાં બેઠી હતી. પૂર્વ સમુદ્રની સર્વકાર્યવ્યવસ્થાનું ઉ૫રી૫ણું લેઈને જ અને જરા હતી. વહાણ તપાસતો નાયક સુલક્ષ જોડે ક્ષમાની ઓરડીમાં આવ્યો અને જરા ચમક્યો. ‘વહાણ તપાસ્યું. અમે તો સુબાહુની આજ્ઞા પ્રમાણે જઈએ છીએ.' ક્ષમાએ કહ્યું.