પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬ : ક્ષિતિજ
 


મૂંઝવણમાં પડેલા નાયકને વધારે મૂંઝવતી ક્ષમાએ કહ્યું : 'કહો નાયક ! તમે આજ્ઞ આવશે તેમ કરીએ. વહાણ અહીં ખમ પાછું કામોનિજ્જ લઇ જઇએ કે આગળ દરિયામાં મૂકી છે લેઈ જાઓ આગળ. માત્ર પ્રમાણે હું તમને એવી બેંકીગ વિડી નાયકે કહ્યું અને તે નમન કરી પાછો ફર્યો. છતાં તેના મુખ ઉ અવિશ્વાસની ઘેરી છાયાઓ ફરી વળી હતી. તે વાણમાંથી ઊતરી કિનારે ગયો અને ક્ષમા આવિ છોડી ચાલી ગયાના સમાચાર સુબાહુને ધો ચાડવાનું કાર્ય તેણે પહેલું કર્યું. ક્ષમાએ કહ્યું : ‘વહાણને દિરયે લો, અને મને સૂવા દો. મને ખૂબ ઉજાગરો થયો છે. ‘ઉત્તુંગ જાગે તો ?' સુલક્ષે પૂછ્યું. ‘ભૂલ ન કરશો. ભારેમાં ભારે બેડી અત્યારથી જ જડી દો.' કહી ક્ષમા એક નાનકડા પલંગ ઉપર આડી પડી. સુલક્ષ થોડી ક્ષણ તેના તરફ જોઈ રહ્યો. ક્ષમાએ આંખ જરાય ઉઘાડી નહિ - જોકે સુલક્ષ તેને જોશે એવી ક્ષમાની ખાતરી જ હતી. ક્ષમાને નિદ્રા આવી - પરંતુ સ્વપ્નથી ભરેલી. સ્ત્રીનો કુમળો દેહ અને સ્ત્રીનું મુલાયમ માનસ બહુ કસવા છતાં કોમળતાના કિનારા શોધે છે. જાગૃત અવસ્થામાં ન જડે તો સ્વપ્નાવસ્થામાં. રોમથી આર્યાવર્તનો સમુદ્રમાર્ગ ખુલ્લો કરવા આવેલી આ મુત્સદ્દી વીરાંગના સફળતા પ્રાપ્ત ન કરી શકી. અને ક્ષમાએ જ્યાં સફળતા પ્રાપ્ત ન કરી ત્યાં બીજાથી ન જ થાય એ સિદ્ધ થઈ ચૂક્યું હતું. તે સુબાહુના નૌકાસૈન્યની ઝડપે ચડી નાગપ્રદેશની વિચિત્રતામાં સપડાઈ; માલવપતિના મહેલમાં વિષકન્યા બનતી બચી ગઈ - સાથે યુવનાશ્વના અંતઃપુરમાં જતી પણ બચી ગઈ; અને અંતે ઉત્તુંગની પત્ની બની નાગપ્રદેશમાં પુરાતી પણ અટકી ગઈ. કેટકેટલા વિચિત્ર અનુભવો ! પરંતુ એ પાછી જઈ શું કરવાની ? રસ્તો દરિયાનો નહિ મળે એ જ રોમ જઈને તેણે કહેવાનું ને ? વળી જમીનમાર્ગે પણ મુશ્કેલીઓ વધી ગઈ હતી ! મધ્ય પ્રદેશ બધો જ સુબાહુ અને સુકેતુની અસર નીચે આવ્યો હતો, અને ત્યાં સૈનિકપુનર્ઘટના મોટા પાયા ઉપર શરૂ પણ થઈ ગઈ હતી. વનવાસી નાગપ્રજા આખી ઉલૂપીની આંગળી ઉપર નાચતી હતી. સુબાહુના પ્રેમમાં લુબ્ધ બની ગયેલી એ નાગઅધિષ્ઠાત્રીએ મુશ્કેલીઓ ખૂબ વધારી દીધી હતી. છેક આર્યાવર્તની સરહદ ઉપરના નાગ પણ