પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮ : ક્ષિતિજ
 


હોય ! અર્ધ સમુદ્રે પહોંચ્યા પછી વહાણનો માર્ગ ફેરવી શકાય અને સિંધપ્રદેશના નાગયોદ્ધાઓને રોમની બાજુએ ખેંચી લાવવા માટે માહિત ઉત્તુંગનો ઉપયોગ પણ કરી શકાય. એકાએક ઉત્તુંગ ક્ષમાની દૃષ્ટિ સામે ઊભો થયો. પ્રથમ તો મ ચમકી, પરંતુ પછીથી સાવધ થઈ ઉત્તુંગ હસતો હતો. મને છેતરીને ક્યાં ચાલી ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘તને છેતરવો હોત તો તને સાથમાં લીધો જ શા માટે હોત ?’ ક્ષમાએ કહ્યું. ‘તો મને આ વહાણમાં ક્યાં લઈ જાય છે ?’ ‘મારી સાથે.’ ‘શા માટે ?’ ‘રોમન શહેનશાહનો તને પરિચય કરાવીશ.' મને તેની જરાય ઇંતેજારી નથી.' ‘ત્યારે તને શાની ઇંતેજારી છે ?’ ‘તને મારી સાથે નાગપ્રદેશમાં લેઈ જવાની.’ ‘શહેનશાહની રજા લેઈ હું તારી સાથે ચાલી આવીશ.' ‘રજા નહિ આપે તો ?’ ‘તો તું મને ઊંચકી જજે.' મને જરાય વિશ્વાસ આવતો નથી.’ ‘મને દર વખતે બચાવી લેનાર પ્રત્યે હું શું વિશ્વાસઘાત કરીશ ?’ સંભવિત છે. જો તને સારા નાગનિવાસમાં રાખી; ત્યાંથી તું ચાલી ગઈ. અવંતિમાં પેલા તાંત્રિકથી બચાવી લીધી...’ ‘અને મને યુવનાશ્રુ આંખમાં લીધી. ‘બંદીખાનું તોડી મેં તને યુવનાશ્વથી બચાવી ત્યારે તેં સુબાહુની વાતો કરવા માંડી.' ‘એ તો અમસ્તું જ.’ ‘અને સુબાહુને પાછળ મૂક્યો હોય ત્યારે તું આમ દરિયામાં ચાલી જાય છે.’ ‘તું ક્યાં મારી સાથે નથી આવતો ? તને એકલો છોડી ગઈ હોઉં તો મારો દોષ !' ‘તારી સાથે ? હું ક્યાં તારી સાથે છું ? મને ઝેર આપીને બેભાન