પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પલાયન:૨૬૯
 

બનાવ્યો. કોથળામાં નાખી મારી ગુણ બનાવીને મને વહાણમાં લીધો, અને હવે હું જ્યારે જાગ્યો ત્યારે તારી પાસે આવતાં મને તારા જ નિકો રોકે છે!’ ‘હું સૈનિકોને કહું; ચાલ.' ‘મારે હવે આ ઓરડામાંથી બીજે ક્યાંય જવું જ નથી. હું અહીં તારી સાથે જ બેસીશ.' ‘એ ન ચાલે. હું નૌકાપતિ છું. મારી પાસે કોઈથી બેસાય જ નહિ. તારું સ્થાન...' ‘મારું સ્થાન અહીં જ, તારી જોડમાં.' કહી ઉત્તુંગે એક છલંગ મારી અને ક્ષમાની પાસે આવી તે ઊભો. આર્યશાસ્ત્રમાં કહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છયે માનવ રિપુઓ ઉત્તુંગની આંખમાં આવી વસ્યા હોય એમ ક્ષમાને લાગ્યું. ઉત્તુંગની છાંગે વહાણને એક પાસ જબરજસ્ત ઝોક આપ્યો. અને તેની આંખમાં રહેલી ઉગ્રતા નિહાળી ક્ષમાએ આંખો મીંચી દીધી. અરે ! પણ આંખ ઉઘાડતાં ઉત્તુંગ તો સામે દેખાયો નહિ ! પૂર્વ પ્રસંગોના સ્મરણમાં રોકાયલા તેના મને આ સ્વપ્નસૃષ્ટિ રચી હતી શું ? ઉત્તુંગ સામે ન હો એ ખરી વાત હતી. સંભાળીને તે ઊઠી. બહાર દૃષ્ટિ નાખતાં તેને લાગ્યું કે ભૂમિને દૂર દૂર મૂકી ગયેલા વહાણનું ક્ષિતિજ વરિમય જ બની ગયું હતું. મધ્યાહ્ન વીતી ત્રીજો પ્રહર થયો લાગતો હતો, કારણ સૂર્ય રોમન દિશા તરફ ઝૂકતો હતો. પરંતુ વહાણને ફરી ઝોક લાગ્યો ? પવન હતો ? નીચેના ભાગમાં કોલાહલ કેમ થતો હતો ? ઉત્તુંગે જાગીને તોફાન શરૂ કર્યું શું ? સુલક્ષને કહ્યું હતું કે ઉત્તુંગ જાગે તે પહેલાં તેના ઉપર ભારે બેડીઓ જડવી ! એ મૂર્ખાએ તેમ નહિ કર્યું હોય ! છુટ્ટો ઉત્તુંગ મુશ્કેલી ઊભી કરે એમ હતું. કે ક્ષમાએ તાળી પાડી. એક સૈનિકે આવી સલામ કરી. ‘સુલક્ષ ક્યાં છે ?’ ક્ષમાએ પૂછ્યું. ‘નીચે.’ ‘શું કરે છે ?’ ઉત્તુંગને એનું સ્થાન બતાવે છે.’ ‘એટલે ? બેડી જડી છે કે નહિ ?’ ‘ા જી.’