પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦ : ક્ષિતિજ
 


‘પછી ?' ‘તોપણ એ ઉત્પાત મચાવી રહ્યો છે !' ‘ઉત્પાત ! બેડી છતાં ? ચાલ. હું જાઉં.’ શમાએ હાથમાં કટાર હથિયાર લીધું અને દમામથી વહાણના છેક નીચેના ભાગમાં તે શ એ ભાગની બંને બાજુએ લગભગ પચાસ પચાસ ગુલામોની હાર બેડીમાં બાંધેલી વહાણની લંબાઈ પ્રમાણે લંબાયલી હતી. એ બેડીવાનોન હાથમાં હલેસાંના હાથા હતા. એ હાથા તે સતત હલાવ્યે જતા હતા. અને વહાણને અત્યંત ઝડપ એથી મળતી હતી. વચમાં સરસામાનના પડેલા કોથળાઓ સાથેના એક કોથળા ઉપર ઉત્તુંગ બેડીથી જકડાઈ બેઠેલો હતો. એનું મુખ અત્યારે વ્યાઘ્રની વિકરાળતા ધારણ કરી રહ્યું હતું. એક ક્ષણ માટે ક્ષમા પણ ચમકી. ક્ષમાને નિહાળતાં ઉત્તુંગનું મુખ વધારે વિકરાળ બની ગયું. ઉત્તુંગની આસપાસ સૈનિકો હતા, અને સુલક્ષ તેની સાથે કશી વાતચીત કરતો હતો. ક્ષમા આવતાં સહુ રોમનોએ તેને સલામ કરી. ગુલામોમાંથી એક જણે જરા તે બાજુએ નજર કરી. ગુલામોના રક્ષકે ત્યાં ઝડપથી પહોંચી તેની પીઠ ઉપર એક જબરજસ્ત ચાબુકનો પ્રહાર કર્યો. ગુલામે સીધી દૃષ્ટિ કરી દીધી. ગુલામોને આડીઅવળી આંખ ફેરવવાનો પણ અધિકાર ન હતો. ઉત્તુંગે એ ફટકો જોયો અને સાંભળ્યો. ‘શું છે ?’ ક્ષમાએ આવતા બરોબર પૂછ્યું. ‘ઉત્તુંગે ધાંધળ મચાવ્યું છે.' સુલક્ષે કહ્યું. ધાંધળ કેમ શમાવવું તેની શું રોમનોને ખબર નથી ?' ક્ષમાએ કડકાઈથી પૂછ્યું. ‘એને રાજકેદીની ઓરડીમાં લઈ જતા હતા.' ‘પછી ?’ ‘એ અહીંથી ખસવાની જ ના પાડે છે.' ‘એ ના પાડતો હોય તો એને હલેસું પકડાવી દો.' ક્ષમાએ કહ્યું. ઉત્તુંગ હસ્યો. તેણે હલેસાં ચલાવનારા ગુલામો તરફ દૃષ્ટિ કરી. તેના ભાગમાં એ હલેસાં પણ હોય એમ તેને લાગ્યું. તે ફરી હસ્યો અને ક્ષમા તથા સુલક્ષ સામે ક્રૂર હાસ્ય કરી રહ્યો. ‘એને કેમ હસવા દો છો ?’ ક્ષમાએ પૂછ્યું. ‘સુલક્ષને પૂછ, હું કેમ હસું છું તે.’ ઉત્તુંગે કહ્યું. ‘કેમ સુલક્ષ ! શું છે ?’ ક્ષમાએ સુલક્ષ સામે જોઈ પૂછ્યું.