પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પલાયન:૨૭૧
 


‘અહીંથી એ ખાતો નથી. 'એકની એક વાત કેમ કરે છે ? ખરોડવાનું ધન છે કે નહીં જે મને ખરોડવા આવશે તેણે મરણની તૈયારી કરવી પડશે. તુંમ બોલ્યો. ‘મરણની ? એક રોમનના મરણની શી શિક્ષા છે તે ખબર છે ક્ષમાએ કહ્યું. ‘ત્રણેક મરણો તો થયાં. એની જે શિક્ષા હોય તે. મને તેની પરવા નથી પણ જે મારા દેહને ખસેડવા આવશે તેને મોતનો ફટકો વાગશે એટલું હું જાણું છું.' ઉત્તુંગે કહ્યું. ‘એને બેડી નાખી છે ને ?' ક્ષમાએ પૂછ્યું. ‘હા.’ સુલક્ષ બોલ્યો. ‘પછી એ કેમ ફટકો મારી શકે ?' ‘એના હાથની બેડી એણે તોડી નાખી છે.' ‘કેમ તોડી નાખવા દીધી ? ભાલા અને તીર તો છે ને ?’ ક્ષમાએ પૂછ્યું. ‘એને બાંધ્યા પછી એની સાથે કેવું વર્તન રાખવું તે વિષે તારી કશી આશા ન હતી, એટલે આગળ કાંઈ જ કર્યું નથી.' સુલક્ષે કહ્યું. ‘આખા વહાણમાં એવા બેચાર માણસો પણ નથી કે જે મને બાંધી શકે ? બંધનમાં પડેલા એક પરદેશીને માટે ભાલા અને તીર વાપરવાની જરૂર પડી ? અને તમારે જગત જીતવું છે !' ઉત્તુંગે તિરસ્કારભર્યું હાસ્ય ચાલુ રાખી કહ્યું. ક્ષમાના મુખ ઉપર ક્રોધ દેખાયો. તેણે કહ્યું : ‘સુલક્ષ ! સાંભળ.’ સુલક્ષે એકાએક આસપાસ ઊભેલા માણસોને ઇશારો કર્યો. પંદર- વીસ મજબૂત સૈનિકો ઉત્તુંગની ઉપર તૂટી પડ્યા. ઉત્તુંગે હાથમાં ભેરવેલી સાંકળ બેઠેબેઠે ફેરવી. ત્રણચાર માણસો એ પ્રહારથી નીચે પડ્યા, અને બાકીના એકબે ક્ષણ માટે થંભી ગયા. ક્ષમાની આંખ ફાટી. ઉત્તુંગ તે નિહાળી હસ્યો, અને થંભી ગયેલા બધા જ સૈનિકો ઉત્તુંગને ચોંટી પડ્યા. ઉત્તુંગના હાથમાંની સાંકળ બેવડી બની પાછી તેના શરીરે જ બંધાઈ. ઉત્તુંગ પરવશ બન્યો. તેણે કહ્યું : ‘ક્ષમા ! આ બધું શાને માટે ? મારા ધ્વજ નીચે - મારા નામ નીચે - મારા દેહ નીચે તું નાસી છૂટી. મને હવે છૂટો મૂક.'