પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨ : ક્ષિતિજ
 


‘ક્યાં, દરિયામાં ?’ ક્ષમાએ પૂછયું. મને હરકત નથી. દરિયો માર્ગ આપશે તો હું મારી ભૂમિ ઉપર પહોંચીશ, અને નહિ તો દરિયામાં ડૂબી જઇશ. પણ મારા જેવો ભાર હું ક્યાં લેઈ જાય છે ?' ઉત્તુંગે જવાબ આપ્યો. ‘તારે તો રોમન સ્ત્રી સાથે લગ્ન કરવું છે ને ?' હસીને તિરસ્કારથી ક્ષમાએ પૂછ્યું. ‘ા, તારી સાથે જ.’ દૃઢતાથી ઉત્તુંગે કહ્યું. ‘એક રોમન સ્ત્રી સામે નજ૨ ક૨ના૨ જંગલીને એ ઇચ્છાની શી કિંમત આપવી પડે છે તે બતાવવા હું તને સાથે લઈ જાઉં છું.’ ‘સુધરેલા, ગોરા રોમનોને ન્યાય અને અન્યાયનું કાંઈ પણ ભાન હશે ખરું ?' ‘અમારી રાજવૃદ્ધિ એ અમારો ન્યાય.' ‘એ રાજવૃદ્ધિ આવાં બલિદાનો ઉપર ?' હલેસા મારવા ગુલામો તરફ મુશ્કેલીથી હાથ લંબાવી ઉત્તુંગે કહ્યું. ‘એથી પણ ભારે બિલિદાનો ઉપર ! તારા જેવા રાજપુરુષને અમારાં વહાણ સોંપીને ! હવેથી તારે એમની ભેગા બેસવાનું છે.’ ક્ષમાએ હસીને કહ્યું. ‘પણ તને ખબર છે કે આ બધા જંગલીઓ તમારો ભોગ માગશે ત્યારે?’ માગ્યો મળતો હોય તો ભોગ લઈ લેજો.’ ‘અને માગ્યે નહિ મળે તો એ ભોગ ઝૂંટવીને પણ લેવાશે.’ ‘એને હઠાવી હલેસાં ભેગો કરો.' ક્ષમાએ સુલક્ષને આજ્ઞા આપી. ઉત્તુંગને ખસેડવા સૈનિકોએ પ્રયત્ન કર્યા. તે ત્યાંથી હાલ્યો નહિ. ક્ષમાની આંખ જોઈ સુલક્ષે ગુલામોના રક્ષકને બોલાવીને કહ્યું : ‘આ ગુલામ તારે કબજે છે; એને હલેસું આપ.’ રક્ષકે એકાએક ચાબુક ઊંચકી, અને એની છસાત ચામડાની લાંબી સેરો વડે ઉત્તુંગની પીઠ ઉપર એકસામટા આઠદસ પ્રહારો કર્યા. અપમાન, ક્રોધ અને ઘાથી પ્રજ્વલિત થયેલા ઉત્તુંગનો દેહ અણગણ ભારવાળી બેડી છતાં ઊભો થયો, અને એક હાથમાં પકડાયેલી સેર તેણે એવા બળથી ઝાલી રાખી કે ચાબુક નિરર્થક બની ગઈ. પરંતુ ગુલામરક્ષકો આવા પ્રસંગો માટે તૈયાર જ હોય છે. તેની પાસે બીજી ચાબુક હતી. ઉત્તુંગનો ઊભો થયેલો દેહ ચાબુકના ઉપયોગ માટે