પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પલાયન:૨૭૩
 


વધારે મોટો વિસ્તાર અર્પી રહ્યો. રક્ષકે બમણા ફટકાથી આખા દેહને છાઇ દીધો. ઉત્તુંગને લાગ્યું કે તેના વજ્ર દેહને પણ દુઃખ થાય છે. મૃત્યુ કરતાં પણ વધારે દુઃખદાયી જીવન જીવવાની આવશ્યકતાએ તેના હૃદયમાં ભારેમાં ભારે ઝે૨ અને ભારેમાં ભારે વેર જાગૃત કર્યાં. ‘ક્ષમા ! આ અત્યાચાર એક રોમન સ્ત્રીની આજ્ઞાથી થાય છે, નહિ?’ રોમની સ્ત્રીઓ જંગલી માનવોને ૨થે જોડે છે એ ખબર છે ને ?' ક્ષમાએ કહ્યું. ‘ધ્યાન રાખજે. એ જ સ્ત્રીઓ આ ગુલામો, ગુલામોના ભાઇઓ અને એ ગુલામોના દીકરાઓના અત્યાચારોનો ભોગ ન બને !' ‘રોમને ગુલામોની વાણી ગભરાવતી નથી.' ‘તું પણ એ પ્રસંગની રાહ જોતી બેસજે. પ્રસંગ આવ્યે મને દોષ ન આપીશ.’ ઉત્તુંગે ભયાનક ઝેર તેના મુખ ઉપર પ્રગટ કરી કહ્યું. ક્ષમા અને સુલક્ષ ખડખડાટ હસી પડ્યાં. અભિમાની પ્રજામાંથી પકડાયેલા ગુલામો ફાવે તેમ બકવાદ શરૂઆતમાં કરી લે છે ! દસેક દિવસનાં હલેસાં તેમને પૂરતી પામરતા આપી દે છે. ઉત્તુંગ પણ સીધો બની જશે. પણ એનો દોષ ? રાજકારણ દોષ-અદોષનો વિચાર કરતું નથી. ઉપયોગ એ એનો સનાતન ધર્મ. ન્યાય-અન્યાય એના પરિઘમાં આવે નહિ. અને રોમન સામ્રાજ્ય આવા કેટલાયે અભિમાની પુરુષોની ગુલામી ઉપર રચાયું હતું! પણ ઉત્તુંગનો શાપ કેટલો ભયાનક લાગ્યો ! હસીને પાછી ફરતી ક્ષમાના દિલમાં પણ જરા વ્યગ્રતા એણે ઊભી કરી. ઉત્તુંગની ધમકીએ ઉત્તુંગ ઉપર વધારે અત્યાચારો આમંત્ર્યા.