પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષમા : ૧૩
 

________________

ભપા : 10 'હા.' ‘આપણે વહાણ જોવું પડશે.' ‘એને ડૂબવા નહિ દઈએ તો જોઈ શકીશું.' વાવાઝોડું વિષમ બની ગયું. હોડી ઊંધી વળી જતી બચી ગઈ. સુબાહુનો એક હાથ દોર ઉપરથી ખસી ગયો. સુબાહુ ! હવે હોડી જશે. આપણે વહાણ ઉપર જઈએ.” હોડી અને બંને વહાણ પર્વત સરખાં મોજાં ઉપર નાચી રહ્યાં હતાં. હોડી આકાશ તરફ ઊછળી. સુબાહ અને સુકેતુ બંનેએ સમુદ્ર તરવાની તૈયારી કરી, અને વીજળીની પરંપરા ક્ષણ બે ક્ષણ, ત્રણ ક્ષણને માટે ચમકી રહી. આખો સમુદ્ર વહાણો અને માણસો સાથે પ્રત્યક્ષ થયો. તે સાથે જ સામા વહાણને બાંધેલો એક દોર તેમની નજરે પડયો. બંનેએ એ દોરને પકડી લીધો. “જયરાજ ! હોડી ખેંચી લે.” સુકેતુએ દોર પર ટિંગાઈ કહ્યું. એક ઝાંખો દીવો ઝબક્યો અને જયરાજનો પ્રશ્ન તેમને કાને અથડાયો : 'ઠીક, પણ આપ ક્યાં ?' સલામત. સામા વહાણમાં.' આવીએ ?” ના. જરૂર પડ્યે બોલાવીશ.” દેહને પવન વાગતો હતો, વરસાદની ઝડી વાગતી હતી, છતાં બંને વીરો અંધકારમાં દોરને આધારે વહાણ ઉપર ચડી ગયા. વહાણ ઉપર ચડતાં બરોબર પાછી વીજળી ઝબૂકી અને બે મનુષ્યો તેમને રોકવા આગળ વધ્યા. કોણ છો?” એક પુરુષે પૂછ્યું. 'મિત્ર.' સુબાહુએ જવાબ આપ્યો. મિત્રની જરૂર નથી.' “તો શત્રુ.' સુકેતુએ કડકાશથી કહ્યું. સુબાહુએ સીસોટી વગાડી. તીણો રણકાર ચોગરદમ ફેલાયો, અને ચપલામાંથી જયકાર જાગ્યો. સાગરરાજની જય !”