પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬ : ક્ષિતિજ
 


જોઈએ. ‘ભૂખ લાગી છે કે ?’ રક્ષકે પૂછ્યું. રક્ષકને સૃષ્ટિપ્રહારે ભોંયભેગો કરી નાખવાની ઉભુંગને પ્રબળ થઈ આવી. પરંતુ તેનો હાથ પૂરતી ઊંચાઈએ કાંઈ જવાબ ન આપ્યો. તેની સામે સાફસૂફી વગરની એ થાળીમાં કેટકેટલા ઊંચકાય એમ ન હતું. ઉત્તુંગ બીજા માણસે ખોરાકની થાળી મુકી ગુલામોએ ખોરાક ખાધો હ ઉપવીત તો નાગપ્રજા પણ ધારણ કરતી હતી. ઉચ્છિષ્ટ ભોજનની તેને પણ તિરસ્કાર હતો. કદી કદી આર્યોના ખોરાકની પણ મશ્કરી કરતી નાગપ્રજાનો પ્રતિનિધિ આ રોમન અજીઠવાડનો આશ્રય લેશે ? ઉત્તુંગે લાત મારી થાળીને દૂર ફેંકી દીધી. ખોરાક ચારે પાસ વેરાયો અને ગંદકીમાં વધારો થયો. ઉત્તુંગની પીઠ ઉપર ચાબુકનો એક સખ્ત ફટકો પડ્યો. વેરાયેલો ખોરાક ભેગો કરી પેલો પીરસનાર માણસ બીજી થાળીઓમાં બીજા ગુલામોને આપવા ચાલ્યો. ઉત્તુંગની આગળ બેઠેલા ગુલામે વેરાયેલા ખોરાકમાંથી તેની પાસે પડેલો રોટલાનો એક ટુકડો ઝડપથી છૂપી રીતે ઊંચકી પગ નીચે સંતાડી દીધો તે જોવામાં ઉત્તુંગ પોતાને વાગેલો ફટકો વીસરી ગયો. કોઈ દિવસ ઉત્તુંગ પોતે પણ આવો વેરાયેલો ટુકડો ચોરવા લલચાય એ શક્ય ભાવિ તેણે સ્પષ્ટ નિહાળ્યું ! મૃત્યુ સારું ? કે ગંદા ખોરાકના ટુકડા ચોરવાનું શીખવતી આવી ગુલામી સારી ? વહાણના ઉપલા મજલામાંથી કોઈ તંતુવાઘ રણકી ઊઠ્યું, અને આછા હાસ્યના પડઘા ફેલાયા. વાઘનું સંગીત ઘટ્ટ બનવા લાગ્યું અને હાસ્યનાં મોજાં દરિયાનાં મોજાંની સરસાઈ કરવા લાગ્યાં. દરિયો શાંત પડી ગયો હતો, સૂર્યે પણ જગતની ક્રૂરતાથી કંટાળી આંખ મીંચી દીધી હતી. વિશાળ અંધકારનો ઓળો સમુદ્ર ઉપર પથરાઈ રહ્યો. વહાણના થોડા ખુલ્લા ભાગમાંથી આકાશનો ટુકડો ઉત્તુંગ દેખી શક્યો. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. જગતના ગુલામોનાં એ આંસુબિંદુઓ તો ન હોય ? ના, ના. અગણિત કહેવાતા તારાઓ પણ ઓછા પડે ! જગતના દલિતો, શોષિતો, અસ્પૃશ્યો, દશ્યુઓ અને ગુલામોનાં આંસુબિંદુઓ એકઠાં કરી રાખ્યાં હોય તો આટલું આકાશ પણ બસ ન થાય ! એવાં દસ આકાશ હોય તોપણ તે અશ્રુસંગ્રહ માટે નાનાં પડે !