પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીનો કાર્યક્રમ:૨૭૭
 


કદાચ એ ગુલામોના નિઃશ્વાસના પડઘા તો ન હોય ? અંહ ! અશ્રુઓ તો ખૂટી પણ જાય ! નિઃશ્વાસ ક્યાં ખૂટે ? એ તો સતત જીવંત પ્રવાહ છે બહાર ફૂંકાતા પવન સરખો. કદી શાંત લાગે છતાંય સતત વહેતી. ગુલામોના હૃદયની અગ્નિજ્વાળાના એ તણખા ! આટઆટલા ઊઠે છે, આટઆટલા પ્રકાશે છે છતાં માનવજાત તેને ઓળખતી નથી ! એ તારાઓ માનવજાત ઉ૫૨ વરસી રહે તો કેવું ! ગુલામોનાં હૈયામાં કેવી આગ બળતી હશે એનો સહજ વિચાર આવે ખરો ! એક તારો ખર્યો !... અને જરા ઝબકી આછો પ્રકાશલિસોટો દોરી અદૃશ્ય થઈ ગયો...! નિમલ્યિ ! એને પડતાં પણ ન આવડ્યું. આ વહાણ ઉપર એ કેમ ન ઊતર્યો ? વહાણને એણે પોતાના અગ્નિલિસોટાથી ભસ્મ કેમ ન કર્યું ? ગુલામના હૃદયની આગ પણ ખરતાં ખરતાં ટાઢી પડી જાય છે શું ? અંધકાર વધ્યો તેમ ઉપરનું સંગીત પણ વધ્યું ! ઉપરના માળમાંથી આવતું હાસ્ય પણ વધ્યું ! રોમન નેતાઓ આવિર્તથી નાસી છૂટતાં આનંદ અનુભવતા હતા. અને આનંદ અનુભવવાનો એક જ માર્ગ : ખૂબ ખાવું અને....માનસિક લોલુપતાને ઉશ્કેરે એવાં સંગીત-નૃત્યનું વાતાવરણ રચવું ! ઉત્તુંગે હજી હલેસું પકડ્યું ન હતું. હલેસું પકડવા હજી તેને રક્ષકે કહ્યું પણ ન હતું. રક્ષકની નજર બાજુ ઉપર હોય ત્યારે આસપાસના ગુલામો છૂપી રીતે ઉત્તુંગ તરફ જોઈ રહેતા. અંધકારમાં હવે સહુનાં મુખ સ્પષ્ટ દેખાતાં ન હતાં. રાત્રે અડધા ગુલામોને સૂવાની પરવાનગી મળતી. પરંતુ આજ લાટસમુદ્રને જવાની ઉતાવળમાં સહુ ગુલામોને નિદ્રા લેવાની મનાઈ હતી; એકેએક ગુલામ એકીઢબે હાથ હલાવીને હલેસાંને તાલબદ્ધ ગતિ આપતો હતો. ગુલામોનો તાલ ! અને ઉપર નૃત્યવાઘમાં મશગૂલ બનેલાં મોજી સ્ત્રીપુરુષોના તાલ ! ઓળંગી ઉત્તુંગે પાસે બેઠેલા એક ગુલામને પૂછ્યું : ‘તું ક્યાંથી આવે છે ?’ ગુલામે સહજ પાછળ જોઈ કાંઈ પણ ન બોલવાની સૂચના ડોકું હલાવી કરી. રક્ષકના કોરડાનો તેને ભય હતો. ઉત્તુંગે પાછળ જોયું. ત્યાં પણ એક ગુલામ બેઠેલો જ હતો. એ પણ હલેસું તાલબદ્ધ રીતે હલાવ્યે જતો હતો. છતાં તેની નજર ઉત્તુંગની નજર સાથે મળી. વહાણમાં દૂર દૂર રાખેલા નાનકડા દીપક અંધકારને વધારી સ. ૧૮