પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુલામીનો કાર્યક્રમ
૨૭૯
 


ગણાય; એ એના બંધ કરવાં જોઈએ. પગમાં બેડી ન હોત તો આ ક્ષણે ઉપર દોડી જઇ હસતાં રોમનોને તે રડાવત અને વાઘોના તારસમૂહ તોડી નાખત. ઉત્તુંગના વાંસામાં સોળ ચણચણતા હતા. માથામાંથી કદી કદી લોહી ઝરી આવતું. બંધાયલો દેહ જરા સુસ્તાવા માગતો હતો. તેણે વઘણની દીવાલ ઉપર માથું નાખ્યું અને તારા ગણવા માંડ્યા. કૃત્તિકા નક્ષત્રનું ઝીંણું ઝૂમખું વહાણે આવરી લીધેલા આકાશ-વિભાગમાંથી દેખાયું. આકાશ પણ આખું જોવાનું નહિ ! અસંતોષ, ઉગ્રતા પ્રેરતી વ્યાકુળતા, અસમર્થ ક્રોધ માનવીની નિદ્રાને હણી નાખે છે. આરામ લેવાની ઇચ્છાથી વહાણે માથું ટેકવી સૂતેલા ઉત્તુંગને નિદ્રા ન જ આવી. ભારે બેડી, બાંધેલા હાથ અને બાંધેલા પગ એ ઉત્તુંગને માટે નવો જ અનુભવ હતો. ઉત્તુંગ સુંવાળો ન હતો; ઉજાગરા તેને થકવતા નહિ; પર્વતની કઠણ છાટ ઉપર સૂઈને પણ ગાઢ નિદ્રા લેવાની તેને ટેવ હતી; તક્રિયા અને ગઢેલાંનો તેને તિરસ્કાર હતો. તેનું મન વ્યગ્ર ન હોત તો તે આ સ્થિતિમાં પણ ઊંઘી શકત અહીં તો તેને નિદ્રા ન જ આવી. આંખો મીંચતાં સમુદ્રનાં એકીટસે હલેસાં વાગતાં સંભળાતાં હતાં. હલેસાંનો છાતીફાટ છબકારો અને હલેસાંમાંથી પડતાં પાણીના ટપકાંનો આછો અવાજ ! સમુદ્ર પણ ઊછળતો ન હતો ! ગુલામ ! આટઆટલા છબછબાટે સમુદ્રનાં મો પર્વત બનવાં જોઈએ ! સમુદ્ર ઊછળી વહાણને ગળી કેમ જતો નથી ? તેને એકાએક ખ્યાલ આવ્યો. આ બધા જ ગુલામો એકાએક છૂટા થઈ જાય તો ? વહાણના સૈનિકો અને મુસાફરો કરતાં તેમની સંખ્યા વધારે છે. એક એક હલેસું પણ તેમના હાથમાં હોય તો આખા વહાણને કબજે લઈ શકાય ! અને વહાણ કબજે આવે તો આર્યાવર્ત પાછા પણ ફરાય. એક દિવસમાં વહાણ બહુ દૂર ન જઈ શકે. પરંતુ બાંધેલા ગુલામો કેમ કરીને છૂટે ? ઘણા ગુલામોના દેહ આ દુઃખમાં પણ મજબૂત દેખાતા હતા. તેમના હૃદયમાં પણ ઉત્તુંગના જેવી જ વૈરજ્વાલા પ્રગટી રહી હશે. આજ નહિ તો પ્રથમ દિવસે તો ખરી જ. હવે શાંત પડેલી એ જ્વાલાની રાખ પણ રહી નહિ હોય. તેમના હૃદયમાં અગ્નિ કેમ સળગાવવો ? ઉત્તુંગના હૃદયનો અગ્નિ તો આમ નહિ હોલવાઈ જાય! એ અગ્નિ હોલવાઈ જાય તો ? તો ઉત્તુંગ આ સહુ ગુલામો સરખો હલેસાં હલાવતો રોમન ગુલામ બની જાય ! રક્ષકના ફટકા મૂંગે મોંએ સહન ચોરતો કરી તેના તરફ ફેંકેલા રોટલાના ટુકડા ખાતો - અરે પાડોશીના ટુકડા