પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
ક્ષિતિજ
 


એ અતિ પામર પશુ બની જાય ! ઉત્તુંગ ખોરાક ચોરે ? શરબતો, શરાબો અને મશાલાભય ખોરાકની તેને મીઠી યા આવી. તેની જીભે માનવસહજ લોલુપતાભર્યું પાણી આવ્યું. તેના ક બળપૂર્વક ખોરાક માગ્યો. શું લોલુપતા જીતી ઉત્તુંગને ગુલામ સ્વીકારાવશે? તેણે વહાણની દીવાલે ટેકવેલું મસ્તક ઊંચકી લીધું. તેન આસપાસના બન્ને ગુલામોએ તેના તરફ જોયું. એ ગુલામોની દૃષ્ટિમ સહાનુભૂતિ હતી, દયા હતી અને એક પ્રકારની પ્રજ્ઞા હતી. એ પ્રશા ગુલામોને કહેતી હતી કે આ નવો આવેલો ગુલામ એકબે દિવસ વીતી જા તેમના સરખો જ શાંત આજ્ઞાધારક બની જશે અને હલેસાં હલાવતાં શીખી જશે ! ઉપરથી આવતા વાઘના સૂર વિલાઈ જવા લાગ્યા. ઉત્તુંગના હૃદયમાં કાંઈ દર્દ થઈ આવ્યું. એ દર્દ અસહ્ય હતું. એ દર્દ કાં તો તેની પાસે બૂમ પડાવશે, તેને માથું પટકી આપઘાત કરવા પ્રેરશે, અગર બંધનને તોડીફોડી વહાણમાં ભરેલી મદાંધ અને નિર્માલ્ય માનવ જાતને - સ્ત્રીને અને પુરુષને - રીબી રીબીને મારી નાખવાની ઘેલછા તેના દેહમાં ઉપજાવશે એમ તેને લાગ્યું. અત્યંત બળ કરી તેણે બંને હાથને ઝટકો આપ્યો. લોખંડ વળ્યું શું ? એક હાથની બેડી જરા પહોળી થઈ શું ? તેના હાથ દુખી ગયા. તેનો દેહ દુખી ગયો. તેનું હૃદય તો દુખતું હતું જ. તેના હાથને બીજો ઝટકો આપવાનું બળ તેનામાં રહ્યું નહિ. તેણે ફરી વહાણના ઊભા પાટિયા ઉપર મસ્તક ઢાળ્યું, અને બંધ થતાં તંતુવાઘનો ઝણઝણાટ વિલાય તે પહેલાં જ તેના મુખમાં પ્રૌઢ અવાજભર્યું એક ગીત ઊતરી આવ્યું : ઘોર અઘોર એ ગર્જન જૂઠાં, જૂઠું મહેરામણ નામ; થરથરતો એ પાલખી ઊંચ માનવ કેરો ગુલામ ! અહો વડવાનળના અંગાર બુઝાવે સાગર જો મઝધાર તારક ઝૂમખાં સળગ્યાં ગગને, થરથરતી ક્યમ જ્યોત ? દેવદીપિકા ન હોય એ, માનવી- ડા ગરીબ ખદ્યોત ! અદૃશ્ય ગુલામ કો ધરતો મશાલ ? અરે એની બેડી જડેલી ચાલ !