પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ|||ગુલામીનો કાર્યક્રમ:{{{pagenum}}}


ગુલામો સઘળા ચમકી ગયા. કદી કદી તેમને વાર્તા કરવાની અને ગાવાની રજા મળતી. પરંતુ એ રજા વગર એકાએક ગાઇ ઊઠતો આ નવો ભેરુ સહુના ઉપર નવી આફત લાવશે એમ સહુને લાગ્યું. રક્ષક જરા સ્વપ્નમાં પડ્યો હતો. ગુલામોને સખ્ત માર મારીને વ્યાયામ મેળવતો એ માનવી રાક્ષસ બન્યો હોવા છતાં વિરામ માગતો હતો. ફટકા મારી ગુલામોને વશ રાખવાના કાર્યમાં નિમાયલા આ રક્ષકને એ કાર્યમાં ખૂબ આનંદ આવતો છતાં આનંદભર્યા કાર્યોથી પણ માનવી ધરાઈ જાય છે અને ક્વચિત્ એવાં કાર્યોથી નાસી છૂટવાની લાગણી પણ અનુભવે છે. સ્વપ્નમાં ચાબુકની ચર્મરજ્જુઓને તેલ પાઈ અસરકારક બનાવતો રક્ષક પણ આ ઘોર ગર્જનભર્યું ગીત સાંભળતાં જ ચમકી ઊઠ્યો. ઊઠતા બરોબર તેણે ચાબુક હાથમાં લીધી અને ખરા ખોટા માણસોને જોયા વગર ફાવ્યું તેમ ફટકા મારતો તે ઉત્તુંગ પાસે પહોંચી ગયો. ‘હરામખોર ! મધરાતે તું ગાવા બેઠો છે ?' કહી તેણે ઉત્તુંગને ચાબુક લગાવી દીધી. ચાબુક એ ગુલામોની જિંદગીનો સહજ સતત પ્રસંગ હતો. નાનો મોટો કોઈ પણ દોષ ચાબુકને તો પ્રથમ આવકારો જ. એથી આગળની સજા એ ખરી સજા લેખાતી. ચાબુકનો ફટકો એ ગુલામો માટે કોઈની પણ ગણનાને પાત્ર ગણાતો નહિ. ઉત્તુંગનો અવાજ વધારે મીઠો બન્યો. ચાબુકને ન ગણકારતાં તેણે ગીત આગળ ચાલુ રાખ્યું. ગીતના ભાવમાં તે બાહ્ય દુઃખને બાજુએ મૂકી શક્યો. ‘હજી શાંત નથી રહેતો ? જરા રહી રક્ષકે બીજો ફટકો લગાવ્યો. ઉત્તુંગનો સૂર વધારે ઊંચે ચઢ્યો. રક્ષકે એકાએક વધારે ચીઢમાં આવી ઉત્તુંગના મુખ ઉપર ધોલ અને મુક્કાનો વરસાદ વરસાવવો શરૂ કરી દીધો, અને ઉત્તુંગના લાંબા વીખ- રાયેલા વાળને પકડી તે ફાંસી નાખવા લાગ્યો. ઉત્તુંગનું ગીત આપોઆપ બંધ થયું, પરંતુ એક આછી ચીસ સાથે રક્ષક ગુલાંટ ખાઈ દૂર ઊથલી પડ્યો. આછા પ્રકાશમાં સઘળા ગુલામોઓ એ પડેલા રક્ષક તરફ નજર કરી લીધી. એ નજરમાં પૂર્ણ સંતોષનો ભાવ પ્રગટી નીકળ્યો. એ રક્ષકને એવો બીજો પ્રહાર પડે એવી તેમના હૃદયમાં પ્રાર્થના જાગી. ‘એમ ? હજી તું જોરમાં છે, ખરું ?' ઉપરથી એક રોમન અમલદાર ઝડપથી નીચે ઊતરી આવ્યો અને