પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨:ક્ષિતિજ
 


ફટકો મારવાની તૈયારી કરતા રક્ષકને રોકી તેણે કહ્યું ‘એને ગાવા દે; ક્ષમાનો હુકમ છે.’ ચાલ, ગાવા માંડ ?' જેટલી કડકાઈથી ગાવાનું બંધ કરવા કે હુકમ કર્યો હતો, તેટલી જ કડકાઈથી ઉત્તુંગને ગાવાનો તેણે હુકમ કર્યો. આજ્ઞા સાથે સંગીત સ્ફુરે અને આજ્ઞા કરતાં તે અલોપ થઇ જાય અને રક્ષકની માન્યતા હતી. જવાબમાં ઉત્તુંગે વઘણના પાટિયા ઉપર મસ્તક નાખ્યું અને પોતાની આંખો મીંચી દીધી. ‘કેમ ? હુકમ ન સાંભળ્યો ?' કહી રક્ષકે હાથ ઉગામ્યો. ‘હમણાં એને પડી રહેવા દે. અધિકારીએ આજ્ઞા કરી અને સળવળી રહેલા રક્ષકના હાથને પાછો વાળ્યો. ઉત્તુંગ ગાતો હોય તો એને કોઈ બંધ ન કરે એટલો જ ક્ષમાએ હુકમ આપ્યો હતો. રક્ષક અને અધિકારી બંને ત્યાંથી ખસી ગયા. છબ... છબ... છબ...! વહાણનાં હલેસાં ચાલુ જ હતાં.