પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૯૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪:ક્ષિતિજ
 


ક્ષમાનો વિવેક અદૃશ્ય થઈ ગયો. ક્ષણભર તેની ક્રૂરતા અણિયાળી બની. સ્ત્રી ક્રૂર બને એટલે તે કરવતનો અવતાર બની જાય છે. શ્વાન શબ્દ તેની કટાક્ષવૃત્તિને જાગૃત કરી. સમજાવવા બોલાવેલા ઉત્તુંગના હ્રદયમાં જીવનભરનું ઝેર વસે એવું કથન કહેવા તે પ્રેરાઈ. પડતા ઉપર પાટુ મારતાં તે બોલી : ‘શ્વાન બનીને તો તું મારી સાથે આવ્યો છે !' બેડી ભરેલા ઉત્તુંગના હાથ ઊંચા થયા; સહેજ દબાયેલો તેનો દેહ ઊંચો થયો; તેની આંખ હતી તે કરતાં વધારે ચમકી. ક્ષમા સ્ત્રી છે એ સત્ય ઉત્તુંગ આ ક્ષણે ભૂલી ગયો. તેનું ચાલત તો ક્ષમાને આ સ્થળે તે ગૂંગળાવી મારી નાખત. ક્ષમા ઉત્તુંગનું માનસ સમજી શકી. તે સહજ હસી અને બોલી : ‘હવે જે થયું તે ભૂલી જા અને રાજકેદીના ઓરડામાં જઈ રહે. ત્યાં બેડી નથી અને તને આરામ મળશે. શા માટે ત્યાં જવાની તેં ના પાડી ?’ ‘મારે રાજકેદી બનવું નથી. રોમ લઈ જઈ મને પાંજરામાં ઘાલી ફેરવવો છે, નહિ ?’ ‘એવું કાંઈ નથી. તારા વર્તન ઉપર બધો આધાર રહેશે. તું રાજકેદી નહિ બને તો ગુલામ બનવું પડશે. ગુલામ બનવું એટલે શું એની તને ખબર પડે એ માટે તને પાંચ દિવસ ત્યાં રાખ્યો.' ‘સારું કર્યું. પરંતુ મારો નિશ્ચય સાંભળી લે. રાજકેદી બની રેશમી પલંગ ઉપર સૂવા કરતાં હું હલેસું હલાવતો ગુલામ બનવાનું વધારે પસંદ ‘કારણ ?’ ‘રોમને હું ગુલામ તરીકે બદલો આપીશ.' ‘શી રીતે ?’ નહિ?' ‘બદલો આપીશ તે વખતે હું તને તો એ રીતે જરૂર સમજ્વીશ.' ‘બીક બતાવે છે ?’ ‘તને બીક લાગે તો ઘણું સારું. હજી તો તું આયાવર્તના દરિયામાં છે.’ ‘એ દરિયો તારો તો નથી ને ? સુબાહુ એની માલિકી રાખે છે.’ ‘છતાં આવિર્તમાંથી ગુલામો લઈ જવાની ધૃષ્ટતા તારામાં છે, ‘એ દરિયાની તારે માલિકી લેવી છે ?’ ‘મારે ?’ આંખ ઝીણી કરી ઉત્તુંગે પૂછ્યું. ક્ષમાનાં વચનોમાંથી તેનો