પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪ : ક્ષિતિજ
 

________________

૧૪: ક્ષિતિજ માત્ર દોરને સ્થાને હવે ચાપડાવાળા દોર વહાણને અથડાયા, અને વહાણ જોતજોતામાં ચપલાનું બંદીવાન થઈ પડ્યું. “કહો, શત્રુને ડૂબવું છે કે બચવું છે ?' સુબાહુએ પૂછ્યું. હું કાંઈ જ કહેવા તૈયાર નથી.' કેદીને ખેંચી કિનારે લ્યો.' સુબાહુએ બૂમ પાડી. વહાણ ખેંચાયું. આકાશને કાપતી વીજળીએ બતાવ્યું કે વાદળામાં ચીરો પડતો જાય છે. ‘સુબાહુ ! તોફાન શમે છે.' સુકેતુએ કહ્યું. ‘અમને છોડી દો. નહિ તો તોફાન વધશે.” કેદી બનેલા વહાણના ચાલકે કહ્યું. હરકત નહિ. અમે તોફાનથી ટેવાયેલા છીએ.” સુકેતુએ જવાબ આપ્યો. પવન સહજ હલકો પડ્યો. વહાણોનાં આંદોલન મર્યાદિત થયાં. વરસાદની ઝડી કુમળી બની. સુદ્રનો ઘુઘવાટ સહ્ય બન્યો. અંધકારનો ઘનપટ સહજ ઊંચકાયું. છતાં તોફાન એકાએક અદ્રશ્ય થયું નહિ. હાલતાં ડોલતાં વહાણ મુશ્કેલીથી માર્ગ કાપતાં હતાં. સાચવણી ન હોય તો ડૂબવાનો ભય ચાલુ જ હતો. માત્ર તોફાનને રમત ગણનાર અનુભવી નાવિકો વગરભયે કિનારા તરફ વહાણોને ખેંચી તોફાનને નિષ્ફળ બનાવી રહ્યા હતા. દૂર આકાશમાં એક તારો ચમકી ઊઠ્યો. દીવાદાંડી સરખો એ તારક ઘડીમાં ઊઘડતો અને ઘડીમાં અદ્રશ્ય થતો; પછી છૂટાછવાયા તારા થોડી થોડી જગાએ ચમકવા લાગ્યા. વરસાદ અને પવન અદ્રશ્ય થયાં. વહાણમાં જ રહેવું છે કે નીચે ઊતરવું છે?” સુકેતુએ પૂછ્યું. હું ચાંચિયાઓને જવાબ નહિ આપું.” સુકેતુ હસ્યો, અને હસતાં હસતાં બોલ્યો : ચાંચિયાને માથે મુગટ ચડે એટલે એ મહારાજા નહિ? મહારાજ્ય અને ચાંચિયાની લૂંટ વચ્ચે બીજો કાંઈ તફાવત છે ?” ‘એ તફાવત થોડા સમયમાં જ સમજાશે.” સુકેતુ, સ્ત્રી સાથે વાદવિવાદમાં હારી જવું સારું છે.' સુબાહુએ કહ્યું. સુકેતુ ચમક્યો. તેણે ઉધ્ધતપણે જવાબ આપતા યુવક સામે જોયું. અંધકાર ઓસરી ગયો હતો, ને ઝાંખો ચંદ્રમાં વાદળાંમાં ડૂબકી ખાતો તરતો ઉપર આવતો હતો. યુવકે પહેરેલાં વસ્ત્ર અને આયુધ ભીનાં હતાં,