પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬:ક્ષિતિજ
 


ભર્યા કરત...' 'એમાં શું ખોટું હતું ?' ‘એને બદલે તું સુબાહુનું સ્થાન લઈ સમુદ્રસ્વામી બને તો શું ખોટું ? અને ઉલૂપી પાસે હું નજરાણો ભરાવું તો વધારે સારું નહિ ? હું મા રોમનત્વનો ભોગ આપું ! એના બદલામાં અન્યને સલામ ભરતા એક સેનાપતિને મેળવું ? કે કોઈ સાગરસમ્રાટને ?' ‘મને હજી સમજ નથી પડતી કે એ કેમ બને.’ ‘તને સમજ ન પડે તો મારી સમજ પ્રમાણે ચાલ.' ‘એ તો હું કરું જ છું ને ! એનું પરિણામ પણ હું અનુભવું છું.’ ‘મારી સમજ પ્રમાણે ન ચાલ્યાનું એ પરિણામ છે. રાજકેદી તું પ્રથમથી જ બન્યો હોત તો તારા હાથમાં હલેસું ન આવત.' ‘મને ખબર નથી કે મારા હાથમાં એ સિવાય બીજું શું આવત.’ ‘તારા હાથમાં આખો સમુદ્ર આવત. અને સમુદ્રસ્વામીની પત્ની બનવામાં હું અભિમાન લેત.' ‘જુદી !’ ‘ભલે. તો ફરી પાછો હલેસા ઉપર જઈ કામે લાગ’. કહી ક્ષમાએ મુખ ફેરવ્યું, અને બારીમાંથી દૃષ્ટિએ પડતા વિરાટ સાગર ઉપર તેણે દૃષ્ટિ ઠારી. સાગરનાં પાણીમાં ઝબકોળાઈ આછી ઠંડક વેરતો સમીર બારીમાં પેસી જઈ ક્ષમાની લટને પણ મોજે ચઢાવતો હતો. મુખ ઉપર ઝૂલતી આ લટમાં અનેક પુરુષોને બાંધવાનું સામર્થ્ય રહેલું છે એની ક્ષમાને પૂરી ખબર હતી. એની અસર ઉત્તુંગ ઉપર ન થાય એમ ક્ષમા માનતી ન હતી. ઉત્તુંગ થોડી ક્ષણ ઊભો રહ્યો. તેને લાગ્યું કે ક્ષમા રક્ષકોને બોલાવી તેને નીચે મોકલી દેશે. પરંતુ ક્ષમા સમુદ્રસૌન્દર્ય જોવામાં લીન બની હતી. એ સૌન્દર્ય જોતી હતી કે દેખાડતી હતી. ? પોતાના દેહને ધારી ધારીને જોવાની તક ઉત્તુંગને આપતી હતી ? એ તક લેવામાં ભય છે એમ ઉત્તુંગને દેખાયું. જરા રહી તેણે પીઠ ફેરવી. ખણખણતી બેડીનો અવાજ ક્ષમાને જગાડી રહ્યો. ‘ક્યાં ચાલ્યો ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તારી આજ્ઞા પ્રમાણે હલેસા ઉપર.' ‘એક વાત સમજી લે. રોમ સાથે મળી જા.’ ‘કેવી રીતે ?’