પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિષ્ફળ સમાધાની:૨૮૭
 


કપિશ, `પુરુષપુર અને તક્ષશિલાના નાગયોદ્દાઓને રોમા સામે જતા વારી રાખ.' પારસીકો અમારા મિત્ર છે.' ‘રોમનોનો પણ તું મિત્ર બન.’ ‘શા માટે ?’ ‘તારે સુબાહુ કરતા પણ મોટું સ્થાન લેવું હોય તો...' ‘એટલે ? હું આવર્તનાં દ્વાર તમને ઉઘાડી આપું ?” ‘એ જ આર્યાવર્ત હું તને સોંપું તો ?’ ‘તું તો રોમન શહેનશાહની નોકર છે.’ ‘હા. પણ હું તેના અધિકાર લઈ આવી છું. સુકેતુ કે સુબાહુ પાર સીકોની સરહદે પહોંચે તે પહેલાં તું તારું સ્થાન નક્કી કરી લે. ઉલૂપીના કે તારા શબ્દે એ ધવલનાગ અમારી સામે આવતા અટકી જશે.' અને આર્યાવર્ત મને સોંપાયા પછી ?’ ‘તું રોમનોનો મિત્ર બનીશ. આખી દુનિયા તારા નાગલોકો માટે ખુલ્લી થશે. તું યજ્ઞ કરી તેમાં આર્યોને હોમી શકીશ અને.... અને... તું માગીશ તે રોમન કુમારિકા મળશે. ‘તું કબૂલ હો તો બેડી હમણાં તૂટશે.' ‘પરંતુ હું પિશા કેમ જઈ શકું ?' ‘આપણે સિંધુમુખે ઊતરીએ. નાગપ્રજા તને ઓળખે છે. ત્યાંથી સુબાહુ અને સુકેતુ કરતાં પહેલાં આપણે પહોંચી જઈએ તો જ એ બને. તું કહે એટલે તત્કાળ હું વહાણનો માર્ગ બદલું.' ‘સુબાહુને આંખો છે.’ ‘આપણે તેની દૃષ્ટિ બહાર નીકળી ગયાં છીએ. અને આપણી સાથે . ભળેલો તાંત્રિક એ માર્ગે જ આગળ વધ્યો છે.’ ‘બંને માર્ગે હજી તેની ચોકી આવે છે.’ ‘ભલે ને આવે, તું છે ને ? તું દુશ્મન તરીકે જાહેર ન થાય ત્યાં સુધી તો સુબાહુનો મિત્ર જ ને ?’ ૧. હાલના અફઘાનિસ્તાનનો એક મોટો પ્રાચીન વિભાગ - જેમાં કાબૂલ અને ગાઝનીનો સમાવેશ થતો હતો. એ પ્રાંત આવિર્તનો વિભાગ ગણાતો. ૨. હાલનું પેશાવર