પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮:ક્ષિતિજ
 


'અને એ બધી કૃતઘ્નતાના બદલામાં... હું તને મેળવું કે નર્થ મેળવું, નહિ ?' ‘મારો વિશ્વાસ ન હોય તો તું જાણે ! તને યોગ્ય લાગે એમ કર.' ‘તારો વિશ્વાસ આવે એવું કયું કૃત્ય તેં કર્યું ?’ ‘ઓ મૂર્ખ ? હું તને અમસ્તી જ ઉઠાવી લાવી એમ માને છે ? તારા વગર હું એકલી રોમ ન જઈ શકત ?' ‘શા માટે મને ઉઠાવી લાવી ?' છે.’ ‘તને રોમન શહેનશાહનો સમોવડિયો બનાવવા ! તું જાણે છે કે મેં એ શહેનશાહના હાથની પણ ના પાડી હતી ? હું સ્વાર્થી છું. રોમન વિસ્તાર માટે આવી છું. એ ન બને તો... એટલું તો બનાવું જ કે જેથી હું શહેનશાહની સામે સરખી બની ઊભી રહું.’ ‘તેમાં મારે શું ?’ ‘સમજ, જરા સમજ ! હું તને આવવર્તનો - ભૂમિ અને સમુદ્રનો - શાહ બનાવવા ઊંચકી લાવી છું.’ ‘મને પહેલાં કેમ ન કહ્યું ?’ ‘તું આવત નહિ. તારું મિથ્યાભિમાન મને અને તને બંનેને રોકત.’ ‘માન કે તારી યોજના કબૂલ ન રાખું તો ?’ ‘તો આ પાંચ દિવસ તને કહેશે કે તારા માટે શું નિર્માણ છે !' ‘તને મારી દયા પણ નહિ આવે ? ‘મહત્તાને અને દયાને કદી બન્યું છે ? મારા પ્રેમમાં પણ મહત્ત્વાકાંક્ષા ‘ઠીક. વહાણનો માર્ગ ક્યારે બદલાય એમ છે ?’ ‘પાંચમે દિવસે.’ ‘ત્યાં સુધી હું વિચાર કરી લઉં.’ ‘હજી વિચાર બાકી છે ?’ ‘ા. ક્ષમાએ તાળી પાડી. બહાર ઊભેલા રક્ષકો અને ક્ષમાની વિચિત્રતાથી ચોંકેલો સુલક્ષ અંદર આવી ગયા. ક્ષમાએ કહ્યું : ઉત્તુંગને એને સ્થાને લઈ જાઓ. પરમ દિવસે મારી પાસે લાવજો.’ રક્ષકો ઉત્તુંગને લઈ ગયા. સુલક્ષ પાછો ક્ષમાની પાસે નીચે બેસી ગયો. સુખાસન ઉપર બેઠેલી