પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિષ્ફળ સમાધાની:૨૮૯
 


ક્ષમાના પગ નીચે પાથરેલા ગાલીચા ઉપર પડતા હતા. ગાલીચા ઉપર બેઠેલો સુલક્ષ સુખાસનને અઢેલી રહ્યો હતો. ક્ષમાના ઊજળા પગ અને ફૂલકળી સમી આંગળીઓ તરફ સુલક્ષની દૃષ્ટિ ખેંચાઇ રહી. ‘દ્વીપ બંદરે શિશિર છે ?' ક્ષમાએ પૂછ્યું. ‘હ્ય; આજકાલ તો ત્યાં પણ સુબાહુની આજ્ઞા પહોંચી જ ગઈ હશે.’ ‘ત્યાં કેટલા રોમનો છે ?' ‘સાઠેક રોમનો અને બસો ગુલામો.' ‘બધાં વહાણ મળ્યાં ?' ‘એક બળી ગયું, થોડાં સુબાહુનાં સૈન્યે કબજે કર્યા, અને વ્યાપારી વહાણો માત્ર આપણને મળ્યાં.’ ‘એ બધાંય ક્યાં વેરાયલાં હશે ?' ‘કામોનિજ્જમાં મોટો ભાગ આવી શક્યો. બાકીનાં કાવી, ઘોઘા- પત્તન અને દ્વીપમાં રોકાઈ ગયાં છે.’ ‘આપણને એમાંથી થોડાં મળવાં જોઈએ. જવાની આજ્ઞા બધે જ થઈ છે.’ નહિ.’ ‘આપણું વહાણ સૌથી પહેલું નીકળ્યું.' ‘વહાણને ધીમું પાડીશું ?” ‘કેમ ?’ બીજાં વહાણો ભેગાં મળે તો કશી નવી યોજના થાય.’ ‘મને નથી લાગતું; સુબાહુનાં વહાણોની સામે થવાય એમ છે જ ‘ઉત્તુંગ હા પાડે તો અમે હોડકામાં બેસી સિંધુમુખે જઈએ અને ત્યાંથી ઊર્ધ્વસ્થાન ચાલ્યા જઈ ધવલનાગ પ્રજાને મેળવી લેઈએ.’ ‘અને અમારું વહાણ ?' ‘એ આગળ જાય.’ ‘આ વખતે હું તને એકલી મૂકવા માગતો નથી.’ ‘તું આવી શું કરીશ ? ગયે વખતે શિશિરને છોડી તને જ સાથે લેઈ ગઈ હતી.’ ‘આ વખતે શિશિરને લેવો છે ? ૧ અફઘાનિસ્તાનને પ્રાચીન આર્યો એ નામે ઓળખતા.