પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦:ક્ષિતિજ
 


‘મળી આવે તો.’ ‘અને છેવટે અમને બન્નેને વહેતા મૂકવા છે ?' ‘સુલક્ષ ! હું મારું સ્ત્રીત્વ બિલકુલ ભૂલી ગઈ છું.’ પરંતુ જેને આંખો છે તે ભૂલે એમ નથી ને !' તો તેણે આંખો મીંચી દેવી.' ‘રોમનોની આંખ મીંચાવી તું ઉત્તુંગ અને સુબાહુ જેવા અશિષ્ટ પ્રજાના પુરુષોની આંખ ઉઘાડે છે !' ‘એમની આંખ ઊઘડતી હોત તો રોમન પ્રજાના સમુદ્રમાંથી પાછી ન જાત.’ ‘એટલે એમ ગણવું કે તારે તારું સ્ત્રીત્વ આ જંગલીઓને વેચવું છે!' ‘તું ચૂપ રહીશ ? એમ કેમ કહેતો નથી કે જંગલી આર્યો અને નાગનું પુરુષત્વ હું ખરીદી લઉ છું - રોમને માટે ! સ્ત્રીત્વ તારે મને વેચાય એવી વસ્તુ છે, નહિ ? અને પુરુષત્વ ? સ્ત્રી સદાય ઊતરતી છે. એમ ?’ ‘નહિ, ચઢતી છે. માટે તો આપણી સંસ્કૃતિએ એના ચારિત્ર્ય ઉપર વધારે પહેરો રાખ્યો છે !' રોમમાં નજર નાખ. તમારા પહેરાએ કયી સ્ત્રીનું ચારિત્ર્ય સાચવ્યું? અને ચારિત્ર્ય એટલે ? રોમન સામ્રાજ્યને જે વધારે તે સઘળા ગુણ - અને અવગુણ. ચારિત્ર્યમાં હું પુરુષ અને સ્ત્રીનો ભેદ સમજતી નથી... અરે જો આ કબૂતર !' એક રૂપાળું કબૂતર હવાના એક ઝપાટા ભેગું વહાણની ઓરડીમાં ઊડી આવ્યું. બારીનો કંઠેરો ઉલ્લંઘી એ કબૂતર ખુલ્લા બારણા ઉપર બેઠું અને તેના પગની ઝાંઝરી આછી વાગી ઊઠી. પ્રથમ આમતેમ ડોક ફેરવી ચમકતી આંખો વડે બંને બાજુ તપાસી લઈ થાક લાગ્યો હોય તેમ તેણે પોતાનું ડોકું જરા નીચું નમાવી દીધું અને આંખ મીંચી. ‘આ તો કામોનિજ્જવાળું કાસદ કબૂતર.' સુલક્ષે કહ્યું. વાતચીતમાંથી વધતી જતી ઉષ્મા નવો પ્રસંગ ઊભું થતાં ટળી ગઈ, અને સુલક્ષ તથા ક્ષમા બંનેએ કુતૂહલથી કબૂતર તરફ જોવા માંડ્યું. ‘કામોનિજ્જનું છે અને આપણા વહાણ ઉપર આવ્યું છે. આપણી પાછળ ન મોકલ્યું હોય !’ ક્ષમાએ કહ્યું. ‘એમ જ છે, જોઈ લઈએ.' કહી સુલક્ષ ઊભો થયો. કબૂતરે માનવીને ઊભો થતાં જોયો. તેણે પાંખો ફફડાવી. પશુસૃષ્ટિ અને પક્ષીસૃષ્ટિ આખી માનવજાતને વિકરાળ ખૂની તરીકે ઓળખે છે.