પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિષ્ફળ સમાધાની:૨૯૧
 


માનવી કયા કારણે કોને ક્યારે મારી નાખશે એની ફડક પ્રથમ તો સઘળ પક્ષીને પાળેલાંને પણ સદા રહે છે જ. કબૂતરનું પ્રથમ સ્ફુરણ તો સુલક્ષથી નાસી છૂટવા માટેનું જ હતું. પરંતુ પોતાના જ ભાઈભાઈને કાપતી, ગુલામ બનાવતી માનવજાત સ્વાર્થ ખાતર પશુસૃષ્ટિમાં પણ પોતાનાં પાપ લેઈ જાય છે. કબૂતરને માનવીથી ટેવાતાં શીખવવામાં આવ્યું હતું, માનવીની આજ્ઞા પાળતાં શીખવવામાં આવ્યું હતું, માનવીને ઉપયોગી થઈ શીખવવામાં આવ્યું હતું. ફડફડ ફડફડતી પાંખો વડે નાસવાનો અભિનય કરી રહેલા કબૂતરે પોતાના મનને વારી રાખ્યું અને અનિચ્છાએ સુલક્ષને પોતાની પાસે આવવા દીધો. પડતાં સુલક્ષે કબૂતરને ભાવથી પકડ્યું અને તેની પાંખો ઉપર ધીમે ધીમે હાથ ફેરવવા માંડ્યો. કબૂતરને ખાતરી થઈ કે સુલક્ષ તેના પ્રત્યે હજી ખૂની બનવા માગતો ન હતો. કબૂતરે પોતાની ચમકતી આંખો સ્થિર બનાવી અને પાંખો ફફડાવી. સુલક્ષે ધીમે રહી તેના ગળામાં બાંધેલો તાડપત્ર લઈ લીધો. ‘શું છે એમાં ?’ નાના તાડપત્રને વાંચતા સુલક્ષને ક્ષમાએ પૂછ્યું. ‘દક્ષિણ આખું જામી ઊઠ્યું છે અને આંધ્રોએ ઉત્તર તરફ ધસારો કર્યો છે.' સુલક્ષે કહ્યું. ‘એમ ?’ ક્ષમાએ આનંદથી પૂછ્યું. ‘બીજું કાંઈ લખ્યું નથી. શું સમજવું.' ‘એ જ કે આપણે પાછા ફરવું.’ ‘શા માટે ?’ ‘સમજતો નથી ? આંધોનો ધસારો થાય એટલે માલવપ્રદેશ, લાટ અને નાગવિભાગને પક્ષઘાત થાય.' ‘એટલે ? આંધ્રો સામે નહિ લડે ?’ ‘નહિ કેમ લડે ? પરંતુ લડશે એટલે સુબાહુ, સુકેતુ અને ઉલૂપીનાં સૈન્ય માલવપ્રદેશમાં જ અટકી જશે ને ? પારસીકોની સાથે તે નહિ આવી શકે. અને... ઊર્ધ્યસ્થાનના નાગ અને આર્ય શાન્ત રહેશે.' ‘તો પાછા કેમ ફરવું ? માલવપ્રદેશને બદલે આંધ્ર આપણી સહાયે આવ્યો, બસ !' ‘એટલું બસ નથી. આંધ્રો લાંબા સમય સુધી એ સહુને લડાઈમાં રોકે એમ થવું જોઈએ.’ ‘એ યુદ્ધ લાંબું જ ચાલશે.’