પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨:ક્ષિતિજ
 


‘સુબાહુએ કેળવેલા નૌકાસૈન્યની મને ભીતિ રહે છે. એ દક્ષિણ બંદરો ઉપર ધસી જાય તો ઊલટું આંધ્રોને માથે આફત આવી પડે.' ‘તે આપણા પાછા જવાથી અટકશે ?' ‘હ્ય; મારો એ જ પ્રયત્ન. માટે જ આપણે પાછા ફરવું.' ‘વચમાં સુબાહુનું સૈન્ય મળે તો ?' ‘તો ઉત્તુંગનો ઉપયોગ થઈ શકશે.' ‘ઉત્તુંગ ભાગ્યે જ હવે આપણા કામનો રહ્યો હોય.’ ‘એ મારે જોવાનું કે તારે ?’ ‘તારા રૂપનો જ ઉપયોગ...’ ‘જા અને સુકાનીને કહે કે વહાણ દક્ષિણે લેઈ લે.’