પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬:ક્ષિતિજ
 


‘બીજું શું કરું ?’ આપણે આટલા બધી છીએ. શા માટે સામે થતા નથી ?' ‘સામા કેમ થઈએ ? દેહ ઉપર બેડી અને હાથમાં હલેસાં.' ‘હલેસાં બંધ રાખીએ.' ‘કેટલો માર પડે છે એ જોતો નથી, હલેસાં ચલાવવા છતાં ?' ‘ભલે માર પડે ! એક વખત જો આપણે બધા જ વહાણ ચલાવીએ નહિ તો કેવું !' ‘મરવાનો ભય કોઈને નથી; એક ઘાએ બે ટુકડા થાય. પરંતુ રિબા- વાનો ભય...' ‘કેટલાકને રિબાવશે ?’ રક્ષક ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. ધીમે પગલે ચાલતા એ જુલમગારે એકાએક ધસી ગુલામ બનેલા વેન્ડલ યુવરાજની પીઠ ઉપર ફટકા મારવા માંડ્યા. પ્રથમ ફટકે તેની આંખ ચમકી ઊઠી; બીજે ફટકે આંખનો અગ્નિ શમી ગયો; ત્રીજે ફટકે તેના ગાત્રમાં શિથિલતા આવી. ચોથે ટકે એના દેહમાંથી પરસેવાના કણ ફૂટી નીકળ્યા, અને પાંચમે ફટકે યુવરાજના દેહમાંથી રહ્યુંસહ્યું ટટારપણું અદૃશ્ય થયું, અને વંધ્ય પશુસમી નિરાધારતા અનુભવી એ દેહ નીચે ઢળી પડ્યો. પરંતુ એ જ ક્ષણે ગુલામોના રક્ષકનો દેહ પણ ધબ દઈને જમીન ઉપર પડ્યો. સહુએ તે તરફ જોયું. ઉત્તુંગના દેહમાં કોઈ ભયાનક સત્ત્વ પ્રવેશ કર્યો હતો. અડધી તૂટેલી બેડી અને હલેસાંના દંડસહ તે રક્ષકના દેહને દાબી રહ્યો હતો. રક્ષકના ગળા ઉપર નાગપાશ સરખી ચૂડ ઉત્તુંગે ભેરવી દીધી ! ‘જરા પણ અવાજ કરીશ તો મારી જ નાખીશ !' ઉત્તુંગે ધમકી આપી. એ ખાલી ધમકી ન હતી; ઉત્તુંગે ભેરવેલી ચૂડ જરા વધારે સખ્ત થાય તો રક્ષકના પ્રાણ નીકળી જાય એવી સ્થિતિ હતી. રક્ષક શાંત પડી રહ્યો. ‘બેડીઓની કૂંચી ક્યાં છે ?' ઉત્તુંગે પૂછ્યું. પોતાના સાથીદારને પડતો માર અસહ્ય થઈ પડતાં ઉત્તુંગે બળ કરી હલેસાને તોડી તેનો દંડ બનાવ્યો અને બાંધેલી સાંકળને તોડી તેનું જ હથિયાર બનાવ્યું. તેની બેડી આજ હલકી બની ગઈ હતી. રક્ષકે પોતાની કમરે બાંધેલી કૂંચી કાઢી આપી. ઉત્તુંગે રક્ષકને ખૂબ લાતો મારી ગદડ્યો અને શક્તિહીન બનાવી દીધો. એની ચાબુકના ફટકા એને જ માર્યા અને પોતાને સ્થાને બેસાડી